Gujarati News

Gujarati News

News of Monday, 2nd November 2020

અરવલ્લી જિલ્લાના શામળાજી નજીક એટીએમમાં અચાનક આગ ભભુકતા અફડાતફડી મચી જવા પામી

અરવલ્લી:જિલ્લાના શામળાજી ખાતે આવેલ એચડીએફસી બેંકના એટીએમ માં અચાનક આગ ભભૂકતા બજાર ના વેપારીઓ,રાહદારીઓમાં દોડધામ મચી હતી. સ્થાનિકોએ મહા મહેનતે આગ ઉપર કાબુ મેળવી લેતા મોટી જાનહાની ટળી હતી.પરંતુ બે દિવસ થી બંધ એટીએમમાં ના એસીમાં થર્મલ શોર્ટ સરકીટ થી આ આગ લાગી હોવાનું મનાઈ રહયું છે.ત્યારે જિલ્લામાં એટીએમ સેન્ટરમાં વધતા આગના બનાવો રહસ્ય સર્જી રહયા છે.

મોડાસાના કોલેજ રોડ ઉપર આવેલ એક્સીસ બેંકના એટીએમમાં આગના બનાવે ચકચાર મચાવી હતી.આ બનાવના ૧૨ જ દિવસમાં યાત્રધામ શામળાજી ખાતે એચડીએફસી બેંકના બંધ એટીએમમાં આગ ભભૂકી ઉઠી હતી.બંધ એટીએમ સેન્ટરોમાં વધતા આગના બનાવો ને લઈ રહસ્ય સાથે ચીંતા છવાઈ છે.

(5:02 pm IST)