Gujarati News

Gujarati News

News of Monday, 2nd November 2020

સુરતના ભેસ્તાન આવાસમાં અગમ્ય કારણોસર થયેલ ઝઘડાએ વિકરાળ સ્વરૂપ ધારણ કરતા ડોક્ટર પુત્ર સહીત મિત્ર પર હથિયાર વડે જીવલેણ હુમલો

સુરત: શહેરનાભેસ્તાન આવાસમાં બે પરપ્રાંતિય વચ્ચે વાતચીત અંતર્ગત પોતાના રાજયની તરફેણ કરતી વેળા થયેલા ઝઘડામાં દરમ્યાનગીરી કરનાર ડૉક્ટર પુત્ર અને તેના મિત્ર પર તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કરી ઇજા પહોંચાડતા મામલો ડીંડોલી પોલીસ સ્ટેશનમાં પહોંચ્યો છે.

      ભેસ્તાન આવાસમાં રહેતા ધનરાજ પાટીલ અને પડોશમાં રહેતા બંધુ બિહારી બે દિવસ અગાઉ વાતચીત કરી રહ્યા હતા. વાતચીત અંતર્ગત ધનરાજે પોતાના રહેણાંક રાજય મહારાષ્ટ્ર અને બંધુ બિહારીએ પોતાના રહેણાંક રાજય બિહારની વાતચીત કરી રહ્યા હતા. વાતચીતમાં પોતાના રાજયની તરફદારી કરતા-કરતા બંને વચ્ચે સામાન્ય બોલાચાલી થઇ હતી અને તે ઉગ્ર બનતા ધનરાજના ડૉક્ટર પુત્ર સાગર પાટીલ (ઉ.વ. 24) એ બંનેને છુટા પાડયા હતા. આ ઝઘડાની અદાવતમાં ગત રાત્રે સાગર સચિન સ્થિત સનસાઇન ચિલ્ડ્રન હોસ્પિટલમાં નોકરી પર જવા નીકળ્યો હતો ત્યારે બંધુ બિહારીએ આવાસના પાર્કિંગમાં આંતરી ગાળાગાળી કરી તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કર્યો હતો. જેમાં સાગરને ગાલ પર ઇજા થઇ હતી.

(4:59 pm IST)