Gujarati News

Gujarati News

News of Monday, 2nd November 2020

વડોદરા:હવસખોર પતિ વારંવાર દુષ્કર્મ આચરતા કંટાળેલ પત્નીએ પતિ વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી

વડોદરા: શહેરમાં રહેતા ઓ.એન.જી.સી.ના કર્મચારી દ્વારા પત્ની સાથે અકુદરતી અને સૃષ્ટિ વિરૃધ્ધનું કૃત્ય કરવામાં આવતા પત્નીએ છેવટે ત્રાસીને નવાપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

મૂળ રાજસ્થાનમાં રહેતી યુવતીના લગ્ન વર્ષ ૨૦૧૫ માં તેની જ જ્ઞાાતિના યુવક સાથે થયા હતાં. લગ્નના એક વર્ષ પછી પતિ-પત્ની બંન્ને વડોદરા રહેવા આવી ગયા હતાં. અને પતિ ઓ.એન.જી.સી.માં નોકરી કરતો હતો. પતિ-પત્ની રાજસ્થઆનમાં પરિવાર સાથે રહેતા હતા ત્યાં સુધી તેમનું લગ્ન જીવન શાંતિપૂર્ણ ચાલ્યું હતું. પરંતુ વડોદરા રહેવા આવ્યા પછી બંન્ને વચ્ચે ઝઘડા શરૃ થયા હતાં. ''તું મને ગમતી નથી. પિયરમાં જતી રહે'' તેવું કહીને પત્ની પર પતિએ ત્રાસ ગુજારવાનુ શરૃ કર્યું હતું.

વડોદરામાં ખરીદેલા ફ્લેટના રૃપિયા પણ પિયરમાંથી લઇ આવવા માટે પત્નીને પતિ દ્વારા દબાણ કરવામાં આવતું  હતું. એટલું જ નહી છેલ્લા ત્રણ વર્ષથી પતિ દ્વારા પત્ની સાથે અકુદરતી અને સૃષ્ટિ વિરૃધ્ધનું કૃત્ય આચરવામાં આવતું હતું. અને પત્ની ના પાડે તો તેને મારઝૂડ કરતો હતો.

(4:56 pm IST)