Gujarati News

Gujarati News

News of Monday, 2nd November 2020

રાજ્‍ય સરકાર દ્વારા 2021ના વર્ષની રજાઓનું લીસ્‍ટ જાહેરઃ 22 રજાઓઃ 12 રજા રવિવારના કારણે કપાઇઃ 44 મરજીયાત રજાઓ

અમદાવાદ: ગુજરાત સરકાર દ્વારા વર્ષ 2021 ની જાહેર રજાનું લિસ્ટ જાહેર કરવામાં આવ્યું છે. રાજ્યના સામાન્ય વહીવટ વિભાગે આ જાહેરાત કીર છે. ત્યારે યાદીમાં સરકારી કર્મચારીઓ માટે 22 દિવસની વિવિધ જાહેર રજાઓ જાહેર કરાઈ છે. તો 12 રજાઓ રવિવારને કારણે કપાઈ જશે. આમ, 44 મરજિયાત રજાઓ જાહેર કરાઈ છે.

કઈ કઈ રજાઓ મળશે

મકર સંક્રાંતિ, 26મી જાન્યુઆરી, મહાશિવરાત્રિ, હોળી, ગુડ ફ્રાઈડે, ચેટીચંદ, બાબાસાહેબ આંબેડકર જયંતી, રામનવમી, પરશુરામ જયંતી, ઈદ, બકરી ઈદ, પતેતી, મહોરમ, જન્માષ્ટમી, સંવત્સરી, મહાત્મા ગાંધી જયંતી, દશેરા, ઈદ, દિવાળી, નવુ વર્ષ, ભાઈબીજ, ગુરુનાનક જયંતી, ક્રિસમસ 

રવિવારને કારણે રજા કપાઈ

મરજિયાત રજાઓમાં 8 રજાઓ રવિવારના દિવસે આવતી હોવાથી તેનો સમાવેશ મરજિયાત રજાના દિવસે જાહેર કરેલ નથી. રવિવારે આવનાર રજાઓમાં મહાવીર જન્મ જયંતિ, સ્વતંત્રતા દિવસ, રક્ષા બંધન અને સરદાર વલ્લભભાઈ પટેલ જન્મજયંતિ છે. આ ચાર રજાઓ રવિવારના દિવસે આવતી હોવાથી તેને જાહેર રજાઓની લિસ્ટમાં સમાવેશ નથી કરાયો. જોકે, શનિવારે આવતી ગાંધી જયંતિ, ભાઈબીજ અને નાતાલના પર્વની રજાને 22 રજાઓના લિસ્ટમાં સામેલ કરવામાં આવી છે.

44 મરજીયાત રજાઓની પણ જાહેરાત

મરજિયાત રજાઓ એટલે એ રજાઓ, જેમાં સરકારી કર્મચારીઓ પોતાની પસંદગી મુજબ ધાર્મિક બાધ વિના તહેવારોના પ્રસંગોમાં વધુમાં વધુ બે મરજિયાત રજાઓ લઈ શકે છે. જેના માટે કર્મચારીઓને અગાઉથી અરજી કરવી જરૂરી બને છે. ઉપરી અધિકારીના મંજૂરી બાદ જ આ આ રજાને અપાતી હોય છે. ગુજરાત સરકારે 44 મરજીયાત રજાઓની પણ જાહેરાત કરી છે. જેમાં પણ આઠ રજાઓ રવિવારના દિવસે આવતી હોવાથી તેને મરજીયાત રજાના દિવસ તરીકે જાહેર કરવામાં આવી નથી. તો, 2021ના વર્ષમાં બેંકોમાં કુલ 16 રજાઓ જાહેર કરવામાં આવી છે. જેમાં 5 રજાઓ રવિવારે આવતી હોવાથી તેનો સમાવેશ જાહેર રજાઓમાં કરવામાં આવ્યો નથી.

(4:29 pm IST)