Gujarati News

Gujarati News

News of Monday, 2nd November 2020

રો-પેકસ સેવા સૌરાષ્ટ્ર અને સુરતના લોકો માટે સમૃધ્ધિની ચાવી બનશેઃ માંડવીયા

૮મીએ સુરતના હજીરાની ભાવનગરના ઘોઘા વચ્ચે રો-પેકસ ફેરી સેવાનો શુભારંભ નરેન્દ્રભાઇ મોદી દ્વારા કરાશે

રાજકોટ, તા.૨: પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદી ૮ નવેમ્બરના રોજ સુરતના હજીરા બંદરેથી ભાવનગરના દ્યોદ્યા બંદર માટે રો-પેકસ ફેરી સેવાનો શુભારંભ કરાવશે અને નવનિર્મિત રોરો ટર્મિનલનું વર્ચ્યુઅલ લોકાર્પણ કરશે. વર્ષોથી સુરતમાં વસતા સૌરાષ્ટ્રના અંદાજે ૨૦ લાખ લોકો માટે આ રો-પેકસ ફેરી સેવા પ્રધાનમંત્રી  તરફથી દિવાળીની ભેટ સાબિત થશે એમ કેન્દ્રીય શીપીંગ રાજયમંત્રી (સ્વતંત્ર હવાલો) મનસુખ માંડવીયાએ આજે અમદાવાદ ખાતે મીડિયાના પ્રતિનિધીઓને સંબોધન કરતા જણાવ્યું હતું.

રો-પેકસ ફેરી સેવાની જરુરીયાત વિષે જણાવતા મનસુખ માંડવિયાએ કહ્યું હતું કે સૌરાષ્ટ્રના લાખો લોકો વર્ષોથી ધંધાર્થે સુરત સ્થાયી થયા છે. જો કે પોતાના મૂળ વ્યવસાય ખેતી અને માદરે વતન સાથે તેઓ હંમેશા જોડાયેલા રહે છે. સારા-નરસા પ્રસંગોએ સુરતથી સૌરાષ્ટ્ર જવા માટે ૧૦ થી ૧૨ કલાકની માર્ગ મુસાફરી કરવી પડે છે. રો-પેકસ સેવા શરુ થયા બાદ આ મુસાફરી માત્ર ૪ કલાકની થઇ જશે. વળી, લોકો પોતાની સાથે મોટર સાઈકલ કે કાર પણ ગામડે લઇ જઈ શકશે, જે પહેલા સંભવ નહોતું અથવા તો ખર્ચાળ અને સમય માંગી લેનારું હતું. રો-પેકસ સેવાથી સુરત-સૌરાષ્ટ્ર વચ્ચે અવરજવર સસ્તી અને સુગમ બનશે. જેથી સુરતના ધંધા-ઉદ્યોગોનો લાભ સૌરાષ્ટ્રને મળતા સૌરાષ્ટ્રના જીલ્લાઓ આર્થિક રીતે મજબૂત બનશે તથા ધંધા-રોજગારીની નવી તકો ઉભી થશે. રો-પેકસને કારણે સૌરાષ્ટ્રના પ્રવાસન સ્થળોએ પહોચવું સરળ બનતા પ્રવાસન ઉદ્યોગને વેગ મળશે. સૌરાષ્ટ્રના લદ્યુ ઉદ્યોગો દ્વારા તૈયાર કરાતો માલ ઝડપી અને સસ્તા ભાવે સુરત અને ત્યાંથી મુંબઈ જેવા મોટા શહેરોમાં પહોચાડી શકાશે જેથી સૌરાષ્ટ્રને રો-પેકસ થકી એક મોટું બજાર મળશે. આમ, રો-પેકસ સેવા એ માત્ર પરિવહન સેવા ન બની રહેતા સૌરાષ્ટ્ર અને સુરતના લોકો માટે સમૃદ્ઘિની ચાવી સાબિત થશે.

રો-પેકસ વેસેલની વિશેષ માહિતી

(2:48 pm IST)