Gujarati News

Gujarati News

News of Monday, 2nd November 2020

સુરતના બ્રેઇન ડેડ દર્દીના અંગદાનથી આણંદના દર્દીનું જીવન ધબકતુ થયુ : સિમ્સનું ૧૨મું સફળ ટ્રાન્સપ્લાન્ટ

(કેતન ખત્રી દ્વારા) અમદાવાદ,તા.૨ : અમદાવાદ સ્થિત સિમ્સ હોસ્પિટલ ે હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ(હૃદય પ્રત્યારોપણ)ની વધુ એક સફળ સર્જરી કરી હતી. આ સાથે જ સિમ્સ હોસ્પિટલ દ્વારા કરાયેલા હાર્ટ ટ્રાન્સપ્લાન્ટની સંખ્યા ૧૨ થઈ છે.

ડાયલેટેડ કાર્ડિયોમાયોપેથીથી પીડાતા આણંદ જિલ્લાના ૪૩ વર્ષના એક પુરૂષના દર્દીના શરીરમાં માર્ગ અકસ્માતમાં મગજમાં ગંભીર ઈજા પામેલા સુરતના ૨૭ વર્ષીય બ્રેઈન ડેડ દર્દીનાં હૃદયનું પ્રત્યારોપણ કરાયું હતું. સુરત સ્થિત 'ડોનેટ લાઈફ' નામની માનવતાવાદી સંસ્થા ચલાવતા નિલેશ મંડલેવાલા દ્વારા બ્રેઈન ડેડ વ્યકિતના પરિવારજનોને અંગદાન કરવા સહમત કર્યા બાદ પરિવારજનોએ તેના હૃદય અને અન્ય અંગોનું દાન કર્યું હતું.

સિમ્સ હોસ્પિટલના ડિરેકટર,કાર્ડિયાક સર્જન અને ડિરેકટરહાર્ટ-લંગ ટ્રાન્સપ્લાન્ટ ડો. ધિરેન શાહ  જણાવે છે કે  પુરૂષ દર્દીમાં  સિમ્સ હોસ્પિટલ ખાતે સફળતાપૂર્વક હૃદય ઈમ્પ્લાન્ટ કરાયુ છે. દર્દીની હાલત સ્થિર અને સારી છે. સિમ્સ હોસ્પિટલ ખાતે છેલ્લા ૨ વર્ષ કરતાં ઓછા ગાળામાં કરાયેલ આ ૧૨મું ટ્રાન્સપ્લાન્ટ છે. હૃદય દાન કરવામાં  સહાય કરવા બદલ  તથા તે અંગે જાગૃતી પેદા કરવા બદલ અમે શ્નડોનેટ લાઈફલૃના તેમજ ગ્રીન કોરીડોરનુ નિર્માણ કરી  દાન કરાયેલુ હૃદય સુરતથી  માત્ર ૯૦ મિનીટમાં અમદાવાદ પહોંચાડવા બદલ અમે  ટ્રાફિક પોલિસ તથા સુરત અને અમદાવાદના એરપોર્ટ અધિકારીઓના આભારી છીએ.

ડો. ધવલ નાયકે સમજાવ્યુ હતું કે કાર્ડિયોમાયોપેથીએ એકએવી સ્થિતિ છે કે જેમાં હૃદયની લોહીને પંપકરવાની ક્ષમતા દ્યટી જાય છે,કારણ કે હૃદયની મુખ્ય પમ્પિંગ ચેમ્બર, લેફ્ટ વેન્ટ્રીકલ  પહોળી  અને નબળી થઈ ગઈ હોય છે.આવી સ્થિતિના કારણે  કેટલાક કિસ્સાઓમાં હૃદય સામાન્ય રીતે  લોહી ભરવાનુ કે રિલેકસ થવાનુ બંધ કરી દે છે, અને સમય જતાં તે અન્ય ચેમ્બર્સને પણ અસર કરે છે.  આવી સ્થિતિ ગુજરાતસહિત ભારતમાં હજારો  દર્દીઓમાં ઉભી થાય છે તેવુ સિમ્સ હોસ્પિટલ, અમદાવાદ ખાતે સર્જરી કરનાર ટીમના કાર્ડિયાક એન્ડહાર્ટ-લંગ ટ્રાન્સપ્લાન્ટ સર્જન ડો. ધવલ નાયકે જણાવ્યુ હતું.

(10:19 am IST)