Gujarati News

Gujarati News

News of Saturday, 2nd November 2019

રાજ્યના તમામ દરિયાકિનારા પર અલર્ટ જાહેર : કાંઠે 60-70 કિમી ઝડપે પવન ફૂંકાવાની શક્યતા

સાવધ રહેવા તમામ જિલ્લાધિકારીઓને રાહત કમિશનરની તાકીદ

અમદાવાદ : મહા વાવાઝોડાની આગાહીને પગલે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના જિલ્લાઓને સાવધ કરવામાં આવ્યા છે. રાહત કમિશનરે તમામ જિલ્લા અધિકારીઓને તાકીદ કરી છે. વાવાઝોડા અગાઉ રાહત બચાવની તૈયારી કરવા પણ સૂચના કરી છે. જિલ્લા કક્ષાએ અધિકારીઓ સાથે બેઠક કરવા આદેશ અપાયા છે આગામી તા,. 6 થી 8 નવેમ્બર બે દિવસ વાવાઝોડાની અસર જોવા મળશે. દરિયાકિનારા પર 60-70 કિમી ઝડપે પવન ફૂંકાવાની શક્યતા છે.

જિલ્લા કલેક્ટરોને રાહત કમિશનર કે.ડી કાપડિયાએ પત્ર લખીને તમામ જિલ્લા તંત્રને સાવધ રહેવા આદેશ આપ્યા છે.  ગુજરાતના તમામ દરિયાકિનારા પર અલર્ટ જાહેર કરાયું

(1:20 pm IST)