Gujarati News

Gujarati News

News of Friday, 2nd November 2018

રાજ્યમાં આર્થીક ડામાડોળની સ્થિતિ: ખેડૂતોને વીમાના નાણાં ચુકવવામાં કંપનીના ધાંધિયા : પરેશ ધાનાણીના આકરા પ્રહાર

અમદાવાદ :વિપક્ષ નેતા પરેશ ધાનાણીએ રાજ્યમાં ખેડૂતોની સમસ્યાઓને લઈને રાજ્ય સરકાર પર પ્રહાર કરતા કહ્યું કે હાલ રાજ્યમાં આર્થિક ડામાડોળ સ્થિતિને કારણે લોકો પરેશાન થઈ રહ્યાં છે. એક તરફ કુદરત રિસાયો છે. અને બીજી બાજુ સરકાર નિષ્ફળ રહી છે. ત્યારે ખેડૂત પરેશાન થઈ ગયા છે..રાજ્ય સરકારે સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં પુર્ણ રીતે અછતગ્રસ્ત જાહેર કરવા જોઇએ..ખેડૂતોને તાત્કાલિક પાક વીમો ચૂકવવો જોઈએ.

  ગત વર્ષે પાક વીમા કંપનીઓએ ખેડૂતો પાસેથી પરાણે ૩૧૦૦ કરોડનું પ્રીમિયમ વસૂલ્યુ હતું. અને તેની સામો ખેડૂતોને માત્ર એક હજાર કરોડ રૂપિયા જ ચૂકવવામાં આવ્યા. તો આ વર્ષે આ વિમા કંપનીઓ ખેડુતોને વિમાના નાણાં આપવામાં ધાંધીયા કરી રહી છે

(12:17 am IST)