Gujarati News

Gujarati News

News of Friday, 2nd November 2018

કડીમાં સાડા ત્રણ વર્ષના બાળકને લકવો થતા પ૦ મિનિટના ઓપરેશનમાં બાળકને નવજીવન

અમદાવાદઃ કડીમાં રહેતા માત્ર સાડાત્રણ વર્ષના ધરિયા પટેલના માતા-પિતા ત્યારે ચિંતા અને શોકમાં મુકાઈ ગયા જ્યારે તેમણે જોયું કે તેમનો હસતો-રમતો બાળક અચાનક પોતાના જમણા અંગે હલાવી નથી શકતો અને બોલી પણ નથી શકતો. જેવું પિતાએ જોયું કે પોતાના પુત્રનો ચહેરો ખેંચાઈ ગયો છે અને તે બોલી પણ નથી શકતો કે તરત તેને લઈને સ્થાનિક દવાખાનામાં દોડી ગયા હતા. તેમને એમ હતું કે તેમના બાળકને આંચકી આવી રહી છે પરંતુ ડૉક્ટર્સ મુજબ લકવાનો હુમલો હતો. જે ઉંમરના બાળકોમાં ખૂબ ઓછી જોવા મળે છે. પરંતુ કડીની હોસ્પિટલમાં ડૉક્ટર્સે માત્ર 50 મિનિટના ઓપરેશનમાં બાળકને નવી જિંદગી આપી દીધી હતી અને હવે ધરિયા બિલકુલ સ્વસ્થ થઈને ઘરે જવા માટે તૈયાર છે.

ડૉક્ટર્સના તાત્કાલિક પગલાથી બચ્યો જીવ

ધરિયાની જેમને ટ્રિટમેન્ટ કરી તે ડૉક્ટર્સની ટીમના જણાવ્યા અનુસાર સામાન્ય રીતે 60ની ઉંમર પછીના લોકોમાં સ્ટ્રોક ખૂબ સામાન્ય છે. કારણે ગુજરાતમાં લકવાના હુમલાની ટ્રિટમેન્ટ લીધી હોય તેવો ધરિયા સૌથી નાની ઉંમરનો પેશન્ટ છે. અંગે વધુ જણાવતા કે.ડી. હોસ્પિટલના પેડિયાટ્રિક ઇન્ટેન્સિવિસ્ટ ડૉ. સ્નેહલ પટેલે કહ્યું કે, ‘જ્યારે બાળકને હોસ્પિટલ લઈ આવવામાં આવ્યો ત્યારે તેનું જમણું અંગે અને ચહેરા પર ડાબી તરફ સ્ટ્રોકની અસર હતી. અમે તાત્કાલિક MRI સ્કેન કર્યું અને જાણ્યું કે તેની એક ધમનીમાં ગાંઠ છે જેના કારણે ડાબી તરફના મગજને લોહીનો પૂરતો જથ્થા નહોતો મળી રહ્યો.’

લકવાના સ્ટ્રોકમાં 0-6 કલાક સુધી હોય છે બચવાના ચાન્સ

વધુમાં કહ્યું કે, ‘સામાન્ય રીતે સ્ટ્રોકના પેશન્ટ માટે વિન્ડો પીરિયડ કે જે સમયગાળામાં ટ્રિટમેન્ટ મળે તો દર્દી પરત સાજો થઈ શકે તે 0-6 કલાક હોય છે. સારું થયું કે બાળકને 2 કલાકની અંદર હોસ્પિટલ લઈ આવ્યા અને તાત્કાલિક તેના પર સર્જરી કરી. સામાન્ય રીતે બાળક પર પ્રકારની સર્જરી કરવાની ખૂબ ઓછી ઘટના બની છે. તેમજ તેના કેટલાક કોમ્પ્લિકેશન પણ હોય છે. જોકે માતા-પિતાને અંગે જણાવ્યા પછી તેઓ પગલું લેવા માટે તૈયાર હતા જેથી મે તાત્કાલિક સમગ્ર ઓપરેશન હાથ ધર્યું અને 45-50 મિનિટ ચાલેલા ઓપરેશનમાં બાળકની ધમનીમાં રહેલી ગાંઠ દૂર કરવામાં આવી.’

હવે ધરિયા છે એકદમ નોર્મલ

હોસ્પિટલના ન્યુરોરેડિયોલોજિસ્ટ ડૉ. હિરેન પટેલે કહ્યું કે, ‘સર્જરી કર્યા પછી તરત અમને બાળકના જમણી તરફના હોઠ પર મૂવમેન્ટ જોવા મળી અને તેને ફરી બોલતા તેમજ અન્ય સ્નાયુઓ પર કાબૂ મેળવવામાં બીજા બે દિવસનો સમય લાગ્યો હતો. જોકે હવે તો તે બોલી શકે છે તેમજ સામાન્ય માણસની જેમ ચાલી અને હરીફરી શકે છે. શુક્રવારે તેને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવશે.’

સમયસર ટ્રિટમેન્ટ એક માત્ર ઉપાય

સામાન્ય રીતે આટલી નાની ઉંમરમાં સ્ટ્રોક આવવો ખૂબ અસામાન્ય બાબત છે. તેથી ધરિયાને આવેલ સ્ટ્રોક વિશે પહેલા તો ડૉક્ટર્સ માટે પણ એક શોકિંગ ચેલેન્જ હતી. ડૉ. સ્નેહલ પટેલે કહ્યું કે, ‘હોર્મોનલ અને જેનેટિક ફેક્ટર્સ સ્ટ્રોક આવવા પાછળના સામાન્ય કારણ હોય છે. પણ અહીં બાળકનો રિપોર્ટ એકદમ નોર્મલ હતા. અમને જાણ થઈ કે બાળકને ન્યુમોનિયાના ઇન્ફેક્શનને કારણે હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવ્યો હતો. જ્યારે તેની વધુ તપાસ કરવામાં આવી તો અમને એટિપિકલ બેક્ટેરિયા મળી આવ્યા હતા. જોકે સમયસર ટ્રિટમેન્ટના કારણે બાળકને બચાવી શકાયો હતો.’

(5:27 pm IST)