Gujarati News

Gujarati News

News of Friday, 2nd November 2018

એલસીબી ખેડા પોલીસે કઠલાલ નજીક પેટ્રોલિંગ દરમ્યાન 12 હજારનો વિદેશી દારૂનો જથ્થો ઝડપ્યો: 4 શખ્સોની અટકાયત

ખેડા:એલસીબી ખેડા પોલીસ કઠલાલ વિસ્તારમાં પેટ્રોલીંગમાં નીકળી હતી. આ દરમિયાન માહિતી મળેલ કે અજયસિંહ ઉર્ફે બકો કનુભાઈ ડાભી (રહે. કાકરખાડ, વડવાળુ ફળિયું) ઘર પાસે એક સફેદ કલરની સ્વીફ્ટ ડીઝાઈર ગાડી નં. જીજે-૦૧૩ ઝેડ-૫૦૨૩માં દેશી દારૂ ભરેલા ૧૫ પોટલા મૂકી હેરાફેરી કરે છે જેથી પોલીસે રેઈડ કરતા અજયસિંહ ડાભી, ગલામભાઈ મૈયુદીન અબ્બાસભાઈ સીંદવાડા ઘાંચી (રહે. સરખેજ, અમદાવાદ, અશરફભાઈ ઉર્ફે શંભુ હુશેનભાઈ પીલુંડીયા (રહે. સરખેજ અમદાવાદ) ઝડપાઈ જવા પામ્યા હતા.
પોલીસે કારની તલાશી લેતાં અંદરથી ૧૨ હજારની કિંમતનો ૬૦૦ લીટર દેશી દારૂ મળી આવ્યો હતો. જેથી પોલીસે કાર, પાંચ મોબાઈલ ફોન, રોકડા ૬૭૦ મળીને કુલ ૫,૧૫,૧૭૦નો મુદ્દામાલ કબજે કરી કઠલાલ પોલીસે પ્રોહિબિશનનો ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે. 

 

(5:10 pm IST)