Gujarati News

Gujarati News

News of Friday, 2nd November 2018

મોડાસામાં ખરીફ પાક માટે 30 ક્યુસેક પાણી છોડતા ખેડૂતોએ રાહતનો શ્વાસ લીધો

મોડાસા:ગત વર્ષની સરખામણીએ ચાલુ વર્ષે વરસાદનું પ્રમાણ ઓછું છે.ત્યારે ખરીફ પાક બાદ રવિ વાવેતર હાથ ધરાતાં વાવેતરને જરૂરી સિંચાઈ સુવિધા માટે સિંચાઈ વિભાગ દ્વારા મોડાસાના માઝુમ જળાશયમાં થી ૩૦ કયુસેક પાણી છોડાતાં જરૂરતમંદ ખેડૂતોમાં રાહત વર્તાઈ હતી. સંભવતઃ આજે મેશ્વો જળાશયમાંથી અંદાજે ૭૦ કયુસેક પાણી છોડશે જયારે વાત્રક જળાશયમાંથી લાભ પાંચમે રવિ વાવેતર માટે સિંચાઈ નું પાણી પુરૂ પડાશે એમ સૂત્રો દ્વારા જણાવાયું હતું.

ચોમાસાની ઋતુમાં ઓછા વરસાદ છતાં સમગ્ર ઉત્તર ગુજરાતમાં સૌથી સારો વરસાદ અરવલ્લી જિલ્લામાં વરસ્યો હતો. ઓછા છતાં સારા વરસાદને લઈ ખેડૂતો દ્વારા જિલ્લામાં એક લાખથી વધુ હેકટરમાં ખરીફ વાવેતર સંપન્ન કરાયું હતું.શિયાળાના પ્રારંભ સાથે જ જિલ્લામાં હાથ ધરાયેલ મકાઈ,ચણા,રાઈ અને વરીયાળી સહિતના રવિ પાકો માટે સિંચાઈ સુવિધા વિહોણા ખેડૂતો દ્વારા કેનાલમાં પાણી છોડવા માંગ કરાઈ હતી.

 

(5:07 pm IST)