Gujarati News

Gujarati News

News of Friday, 2nd November 2018

મોડાસા નેશનલ હાઇવે પર રિક્ષામાંથી પોલીસે 88 હજારનો દારૂનો જથ્થો ઝડપ્યો: બેની ધરપકડ

મોડાસા:નેશનલ હાઈવે માર્ગની રાજેન્દ્રનગર ચોકડી પાસેથી પસાર થતી સીએનજી રીક્ષામાંથી વિદેશી દારૂની ૮૪ બોટલોનો જથ્થો ઝડપાયો હતો.મોડાસા રૂરલ પોલીસે રૂ.૩૩૬૦૦ ની કિંમતના વિદેશી દારૂના જથ્થા સાથે બે આરોપીઓને ઝડપી લીધા હતા. જયારે આ દારૂ ભરી આપનાર,તેમજ મંગાવનાર સહિત પાંચ આરોપીઓ વિરૂધ્ધ પ્રોહીબીશન એકટ  હેઠળ ગુનો નોંધી કુલ રૂ.૮૮૬૦૦ નો મુદ્દામાલ કબ્જે કરાયો હતો.

મોડાસા રૂરલ પોલીસ ટીમ દ્વારા રાજેન્દ્રનગર ચોકડી ખાતે વાહન ચેકીંગ હાથ ધરાયું હતું.દરમ્યાન શામળાજી તરફથી આવી રહેલ સીએનજી રીક્ષાને અટકાવી ચેકીંગ હાથ ધરાતા આ રીક્ષામાં વિદેશી દારૂની ૮૪ બોટલ/ટીન  નો જથ્થો મળી આવ્યો હતો.

પોલીસે આ રીક્ષાના ચાલક અંકીતભાઈ ઉર્ફે સુનીલભાઈ સુરેશભાઈ ગોસ્વામી રહે.૩૧,પૂનમનગર,સીંધોઈ માતાજી ના મંદિર પાસે ન્યુ મણીનગર,અમદાવાદ અને સાગરીત અંકુશભાઈ નવલસિંહ પટેલ(ભૈયાજી) રહે.૩૧-પુષ્પક રેસીડેન્સી,યમુના પાર્કસોસાયટી ની બાજુમાં,રીંગરોડ,ઓઢવ(અમદાવાદ) ના ઓને ઝડપી હવાલાતે કરી દીધા હતા.

(5:06 pm IST)