Gujarati News

Gujarati News

News of Friday, 2nd November 2018

પાટણમાં ગરીબો માટે ફાળવવામાં આવેલ સરકારી અનાજનો જથ્થો બરોબર સગેવગે થયો: ધારાસભ્યની તપાસ

પાટણ: જિલ્લામાં રાજય સરકાર દ્વારા ગરીબો માટે ફાળવવામાં આવતો અનાજનો જથ્થો બારોબાર પગ કરી જતો હોવાની રાડો ઉઠવા પામી છે. પુરવઠા ગોડાઉનમાંથી અનાજનો જથ્થો વાહનોમાં વહન કરવા સરકાર દ્વારા મંજુર થયેલ કોન્ટ્રાકટરના બદલે લોકલ લોકો દ્વારા અનાજનો જથ્થો વાહનોમાં ભરવામાં આવતો હોય છે. અને બારોબાર વેચી મારવામાં આવતો હોવાની લોકોની રજુઆત આધારીત પાટણના ધારાસભ્યએ ઓચીંતી ગોડાઉનની મુલાકાત લેતા મોટી ગેરરીતી સામે આવી હતી.

પાટણમાં ગરીબ લોકોને ફાળવવામાં આવતા અનાજનો જથ્થો લોકો સુધી પુરતો ના પહોંચતો હોવાની ધારાસભ્ય કીરીટભાઈ પટેલને લોકોએ રજુઆત કરી હતી. લોકોની રજુઆત આધારે ધારાસભ્ય કીરીટ પટેલ દ્વારા સંકલન સમિતીની બેઠકમાં આ બાબતે અધીકારીઓનું  ધ્યાન દોરવામાં આવ્યુ હતુ.

(5:02 pm IST)