Gujarati News

Gujarati News

News of Friday, 2nd November 2018

ગાંધીનગરમાં તસ્કરોનો તરખાટ: સહકારી મંડળીના તાળા તૂટ્યા: બે લાખ ઉપરની મતાની ઉઠાંતરી

ગાંધીનગર: શહેર બાદ હવે આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં તસ્કરોનો તરખાટ શરૂ થઈ ગયો છે. રાંદેસણમાં ધોળેશ્વર મહાદેવ મંદિરમાં ચોરીની ઘટના બાદ કોલવડા ગામમાં દુધની ડેરી, સરઢવમાં મકાન અને સહકારી મંડળી તેમજ મોટી આદરજમાં સહકારી મંડળીના તાળાં તોડીને બે લાખ ઉપરાંતની મત્તા ચોરી જવામાં તસ્કરો સફળ થયા હતા. ગ્રામ્ય વિસ્તારોમાં પણ શરૂ થયેલી ઘરફોડ ચોરીના સિલસિલાથી હવે પોલીસની ચિંતામાં પણ વધારો થયો છે.

રાજયના પાટનગર ગાંધીનગર શહેરમાં છેલ્લા ઘણાં સમયથી ઘરફોડ ચોરીના બનાવોમાં નોંધપાત્ર વધારો થઈ રહયો છે ત્યારે તસ્કરોએ હવે આસપાસના ગ્રામ્ય વિસ્તારોને પણ નિશાન બનાવવાનું શરૂ કરી દીધું છે. શહેર નજીક આવેલા પૌરાણિક એવા ધોળેશ્વર મહાદેવ મંદિર ખાતે તસ્કરો ત્રાટકયા હતા અને ૪.પ૮ લાખ રૂપિયાની મત્તા ચોરી પલાયન થઈ ગયા હતા. હજુ આ ઘટનામાં પોલીસ તસ્કરોને શોધી રહી છે ત્યારે ગઈરાત્રીએ તસ્કરોએ પેથાપુર પોલીસ સ્ટેશનની હદમાં કોલવડા, મોટી આદરજ અને સરઢવમાં તરખાટ મચાવી દીધો હતો.

(5:00 pm IST)