Gujarati News

Gujarati News

News of Friday, 2nd November 2018

વાપી:સેલવાસની મહિલા સાથે પેમેન્ટ કરાવી બિલ્ડરે બરોબર 1.25 કરોડના નાણાં સગેવગે કરી લીધા: આરોપીની ધરપકડ: પાંચ દિવસના રિમાન્ડ મંજુર થયા

વાપી:સેલવાસના દાદરા ગામે રહેતી મહિલાની જમીન રૂ.૧.૨૫ કરોડમાં વેચી દીધા બાદ બિલ્ડર સહિત બે શખ્સોએ મહિલા અને તેમના પરિવારના બેંક ખાતામાં ચેક જમા કરાવ્યા બાદ કોરા ચેકો લઈ બારોબાર નાણાં ટ્રાન્સફર કરાવી છેતરપિંડી અને વિશ્વાસઘાત કર્યાની ફરિયાદ નોંધાઈ છે. બિલ્ડર સહિતના બે શખ્સોએ મહિલાને રૂ.૩ લાખના ત્રણ ચેકો પકડાવી પોલીસ ફરિયાદ કરશો તો ઘર તોડી નાખીશું એવી ધમકી પણ આપી હતી. પોલીસે બંને આરોપીની ધરપકડ કરી પાંચ દિવસના રિમાન્ડ મેળવ્યા છે.

પોલીસ સૂત્રો પાસેથી મળતી વિગત મુજબ દાદરા ગામે રહેતી શાંતિબેન વિઠ્ઠલભાઈ હળપતિ અને પરિવારના નામે ચાલી આવેલી ૬૪.૫૦ હેકટર જમીન વેચવા માટે બિલ્ડર ભૂપત ચૌબે અને  સાગર રમેશભાઈ હળપતિ સાથે વાતચીત કરવામાં આવી હતી. બાદમા બંને શખ્સોએ અન્ય કંપની સંચાલક સાથે જમીન વેચવા માટે વાતચીતનો દોર શરૂ કર્યા બાદ રૂ.૧.૨૫ કરોડમાં જમીનનો સોદો કર્યો હતો. જે અંગે શાંતિબેન તથા પરિવારના અન્ય સભ્યોએ દસ્તાવેજ પર અંગુઠા અને સહિ કરી જમીનના દસ્તાવેજો પણ તૈયાર કરાયા હતા.

જમીન વેચી દીધા બાદ રૂ.૧.૨૫ કરોડની રકમ બેંકમાં જમા કરાવવા માટે સીતાબેન પાસે કોરા ચેકો પણ લીધા હતા. સીતાબેન અને પરિવારના સભ્યોની જાણ બહાર તમામ રકમ પોતાના ખાતામાં ટ્રાન્સફોર કરાવી લીધી હતી. થોડા સમય અગાઉ બંને શખ્સો ઘરે પહોંચી સીતાબેનને રૂ. ૩ લાખના ત્રણ ચેકો પણ આપી દીધા હતા. પરંતુ બાકીની રકમ આપવામાં ઠાગાઠૈયા કરી જો આ બાબતે પોલીસમાં અરજી કરશો તો ઘર તોડી નાંખવાની ધમકી પણ આપવામાં આવી હતી.

(4:58 pm IST)