Gujarati News

Gujarati News

News of Friday, 2nd November 2018

સુરતમાં ધર્મ છુપાવીને લગ્ન હિન્દૂ યુવક સાથે લગ્ન કરવા પારસી યુવતીને ભારે પડ્યા: અદાલતે લગ્ન કર્યા નામંજૂર

સુરત:પારસી ધર્મ પાળતી હોવા છતાં હિંદુ હોવાનું જણાવી હિંદુ યુવક સાથે લગ્ન કરનાર પારસી મહીલા સાથેના લગ્ન વ્યર્થ અને રદ બાતલ જાહેર કરવાની માંગ કરતી હિંદુ યુવકની અરજી ને સુરત ફેમીલી કોર્ટે માન્ય રાખી છે. બંને પક્ષકારો વચ્ચેના લગ્નની નોંધણીને પણ રદ કરવા કોર્ટે નિર્દેશ આપ્યો છે.

સુરતના સીટી લાઈટ વિસ્તારમાં રહેતા તથા હિંદુ ધર્મ પાળતા અનિકેતના એક મિત્ર દ્વારા મહેનાઝ નામની યુવતિ સાથે પરિચય થયો હતો.જે દરમિયાન મહેનાઝે પોતે પારસી કોમની હોવા છતાં હિંદુ ધર્મી હોવાનું જણાવ્યું હતુ.જેથી લાંબા પરિચય સંબંધ બાદ અનિકેત તથા મહેનાઝે હિંદુ શાસ્ત્રોક્ત વિધીથી લગ્ન કરીને સુરત મહાનગર પાલિકાની લગ્ન નોંધણી સંસ્થામાં પોતાના લગ્ન રજીસ્ટર કરાવ્યા હતા.

પરંતુ લગ્નજીવનના ટુંકા ગાળામાં અનિકેતને પોતાની પત્ની પારસી ધર્મ પાળતી હોવાની જાણ થવા પામી હતી. જેથી બંને પક્ષકારો લગ્ન જીવનના ટુંકાગાળામાં અલગ રહેવા લાગ્યા હતા. બીજી તરફ પતિ અનિકેતે પોતાની પત્નીએ પોતે પારસી કોમની હોવાની વાત છૂપાવીને હિંદુ હોવાનું જણાવી લગ્ન કર્યા હોઈ હિંદુ મેરેજ એક્ટ હેઠળ લગ્ન વ્યર્થ અને રદબાતલ જાહેર કરવા સુરત ફેમીલી કોર્ટમાં ધા નાખી હતી.

(4:55 pm IST)