Gujarati News

Gujarati News

News of Friday, 2nd November 2018

વડોદરા: નવ વર્ષની બાળાને નરાધમે બનાવી હવસનો શિકાર: અદાલતે દસ વર્ષની સજાની સુનવણી કરી

વડોદરા, તા.1 નવેમ્બર, ગુરૂવાર શહેરના વિશ્વામિત્રી વિસ્તારમાં એક વર્ષ પહેલા ૯ વર્ષની બાળાને લાડુ આપવાના બહાને ઘરમાં બોલાવી દુષ્કર્મ આચરનાર એક સંતાનના નરાધમ પિતાને કોર્ટે દસ વર્ષની સખત કેદની સજા અને દંડ ફટકાર્યો છે.

વિશ્વામિત્રી વિસ્તારમાં સુભાષનગર ખાતે રહેતા નગીન ખોડાભાઇ માળીએ ઘર પાસેથી પસાર થતી ધોરણ-૩માં અભ્યાસ કરતી બાળાને પોતાના ઘરમાં બોલાવી લાડુ આપ્યું હતું બાદમાં ઘરનો દરવાજો બંધ કરી દુષ્કૃત્ય આચર્યું હતું. ઓગષ્ટ -૨૦૧૭ની આ ઘટનામાં બાળાની માતાએ રાવપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી નગીન માળીની ધરપકડ કરી તેને જેલમાં મોકલી આપ્યો હતો.

દરમિયાન પોલીસે કોર્ટમાં ચાર્જશીટ રજૂ કરતા  સરકારી વકીલ એન.યુ. મકવાણાએ દલીલ કરી હતી કે આરોપી એક સંતાનનો પિતા છે તેમ છતા કુમળી વયની બાળા સાથે અઘટિત કૃત્ય કર્યું છે. વડોદરાના પાંચમાં એડિશ્નલ ડિસ્ટ્રીક્ટ એન્ડ સેશન્સ જજ એ.એ.નાણાંવટીએ બંને પક્ષોની દલીલો સાંભળી આરોપીને પોસ્કોની કલમ હેઠળ દસ વર્ષની સખત કેદની સજા તેમજ રૂા.૧૦ હજાર દંડ ફટકાર્યો છે.

(4:53 pm IST)