Gujarati News

Gujarati News

News of Friday, 2nd November 2018

મગફળી વેચવા ૧૨૧૩૪ ખેડૂતો નોંધાયા,તા. ૭ થી ૧૧ નોંધણી પ્રક્રિયા બંધ રહેશે

રજીસ્ટ્રેશન તા. ૪ નવેમ્બરે રવિવારે પણ ચાલુ રહેશે

ગાંધીનગર, તા. ૨ :. રાજ્ય સરકાર દ્વારા ૧૫ નવેમ્બરથી ટેકાના ભાવે મગફળી ખરીદવા માટે ગઈકાલથી ઓનલાઈન રજીસ્ટ્રેશન શરૂ થયુ છે. જેમા આજે સવારે ૧૧ વાગ્યા સુધીમાં ૧૨૧૩૪ ખેડૂતોએ રજીસ્ટ્રેશન કરાવ્યુ છે. મગફળી ખરીદી અને જાળવણીમાં ભૂતકાળ જેવી અનિચ્છનીય ઘટનાનું પુનરાવર્તન ન થાય તે માટે સરકારે અત્યારથી જ વિશેષ કાળજી લેવાનું શરૂ કર્યુ છે.

સરકાર દ્વારા સળંગ ૬ નવેમ્બર સુધી ઓનલાઈન રજીસ્ટ્રેશન થશે. તા. ૭ થી ૧૧ સુધી દિવાળી વેકેશન નિમિતે રજીસ્ટ્રેશન પ્રક્રિયા બંધ રહેશે. વેકેશન બાદ ફરી તા. ૧૨ નવેમ્બર લાભ પાંચમથી મગફળી માટે રજીસ્ટ્રેશન શરૂ થશે.(૨-૩૩)

(3:33 pm IST)