Gujarati News

Gujarati News

News of Friday, 2nd November 2018

ડીએચએલ એકસપ્રેસની ૩૦મી સુધી ખાસ ઓફરઃ તહેવારની ખુશી ફેલાવો

અમદાવાદ તા. રઃ દુનિયાની અગ્રણી આંતરરાષ્ટ્રીય એકસપ્રેસ સેવાઓની પ્રદાતા ડીએચએલ એકસપ્રેસે સીમાપાર ઉજવણી ફેલાવવામાં મદદરૂપ થવા માટે ગુજરાતમાં તેની ખાસ ફેસ્ટિવ ઓફર રજૂ કરી છે. હાલની તહેવારની મોસમને ધ્યાનમાં લેતાં ડીએચએલ એકસપ્રેસે રાજયમાંથી આંતરરાષ્ટ્રીય શિપમેન્ટ્સ પર ૬પ ટકા સુધી ડિસ્કાઉન્ટની જાહેરાત કરી છે.

ગ્રાહકો વિદેશમાં રહેતા તેમના પરિવારો અને મિત્રોને વિશેષ ગુજરાતી મીઠાઇઓ, વસ્ત્રો અને અન્ય ભેટસોગાદો મોકલીને સરપ્રાઇઝ આપવા માટે આ ડિસ્કાઉન્ટનો લાભ લઇ શકે છે. આ છુટ ૩૦મી નવેમ્બર સુધી લાગુ છે. અને ત્રણથી સાત કિલો વચ્ચે વજનના શિપમેન્ટ્સ પર લાગુ છે. ઓફર આ મોસમ દરમિયાન ભેટસોગાદો આપવાનું પ્રમાણ વધી જાય છે અને વિદેશમાં ભારતીયો મોટી સંખ્યામાં વસવાટ કરે છે તે ધ્યાનમાં રાખીને રજુ કરવામાં આવી છે.

ગ્રાહકો દુનિયાભરમાં શુભકામનાના રૂપમાં તેમની વસ્તુઓ મોકલવા માટે રર૦ દેશો અને પ્રદેશોમાં ડીએચએલ એકસપ્રેસની પહોંચનો લાભ લઇ શકે છે. આ ઓફર ઝંઝટમુકત ડિલિવરીની ખાતરી રાખવા માટે એસએમએસ અને ઇમેઇલ થકી પૂર્વસક્રિય અપેડેટ્સ પણે સંપૂર્ણ શિપમેન્ટ દૃષ્ટિગોચરતાની બાંયેધરી સાથે પણ આપે છે. ડીએચએસ લોજિસ્ટિકસ ઉદ્યોગમાં વૈશ્વિક બજાર આગેવાન છે અને દુનિયા માટે લોજિસ્ટિકસ કંપની છે. ડીએચએને તેના ગ્રાહકોને ઇન્ટરનેશનલ એકસપ્રેસ હવાઇ અને સમુદ્રિ ફેઇટ, માર્ગ અને રેલ પરિવહન, કોન્ટ્રાકટ લોજિસ્ટિકસ અને આંતરરાષ્ટ્રીય મેઇલ સેવાઓમાં તેની નિપુણતા પ્રતિબધ્ધ કરે છે. રર૦ દેશો અને પ્રદેશોમાં વૈશ્વિક નેટવર્ક અને દુનિયાભરમાં ૩,૬૦,૦૦૦ કર્મચારીઓ સાથે તે લોકો અને વેપારીને સંરક્ષિત અને વિશ્વસનીય રીતે જોડીને વૈશ્વિક વેપાર પ્રવાહને અનુકુળ બનાવે છે.

(3:29 pm IST)