Gujarati News

Gujarati News

News of Friday, 2nd November 2018

વર્લ્ડ એગ્રો ફેરઃ મોબાઇલ એપ.''એગ્રીમીડિયા વિડીયો એપ'' તૈયાર

અમદાવાદ તા. રઃ ઇન્ડિયન કાઉન્સીલ ઓફ ફુડ એન્ડ એગ્રીકલ્ચર દ્વારા પુસા, ન્યુ દિલ્હી ખાતે વર્લ્ડ એગલ્રો ફેરનું આયોજન કરાયેલ. જેમાં ખેડુતોને કૃષિ સબંધિત જાણકારી ખેતર બેઠા વિડીયો દ્વારા મળી રહે તે માટે ડીજીટલ એગ્રીમીડીયા દ્વારા ભારતની સૌ પ્રથમ વિડિયો મોબાઇલ એપ્લીકેશન ''એગ્રીમીડીયા વિડિયો એપ'' તૈયાર કરાયેલ છે. આ મોબાઇલ એપને દેશનો સર્વાધિક નેશનલ એવોર્ડ ડીજીટલ માર્કેટીંગ કેટેગરીમાં જગદીશ ધાનાણી, ફાઉન્ડર અને ડાયરેકટર, ડીજીટલ એગ્રીમીડીયા, ગાંધીનગર, ગુજરાતને એગ્રી સ્ટાર્ટ-અપ માટે આપવામાં આવેલ છે.

ડીજીટલ એગ્રીમીડીયા કૃષિ ક્ષેત્રે છેલ્લા ૧૩ વર્ષથી કૃષિ અને કૃષિકારોને ઘર બેઠા ડીજીટલ ટેકનોલોજીથી ટેકનીકલ માહિતી મળે તે માટે કામગીરી કરી રહેલ છે. તેમના દ્વારા ગુજરાતી ભાષામાં ૧રપ અને હિન્દી ભાષામાં ૬૦ એગ્રીમીડીયા ફિલ્મ ડીવીડી તૈયાર કરાયેલ છે. જે ગુજરાત અને ભારતભરના ખેડુતોમાં ખુબજ લોકપ્રિય બનેલ છે. ત્યારબાદ ખેડુતોની મફતમાં ખેતર બેઠા કે ઘર બેઠા કૃષિ માહિતી મળી રહે તે માટે એગ્રીમીડીયા વિડિયો એપ જાન્યુઆરી-ર૦૧૮માં એન્ડ્રોઇડ ફોન માટે અને સપ્ટેમ્બર-ર૦૧૮ આઇફોન માટે તૈયાર કરાયેલ. જેમાં કૃષિ, બાગાયત, પશુપાલન, એગ્રો ફોરેસ્ટ્રી, સહકાર, ગ્રામવિકાસ, કૃષિ ઇજનેરી વગેરે ક્ષેત્રના વિડીયો દ્વારા શિક્ષણ આપવામાં આવે છે. વધુ વિગત માટે શ્રી જગદીશભાઇ ધાનાણીનો મો. ૯૪ર૭૦ પ૦૭૩૩ ઉપર સંપર્ક કરી શકાય છે.

(3:29 pm IST)