Gujarati News

Gujarati News

News of Friday, 2nd November 2018

'અધ્યાધુનિક એન્ડોસ્કોપીક બેરિઆટ્રીક પ્રોસીઝર'નો રેડિસન્સ હોસ્પિટલ ખાતે પ્રારંભ

બ્લડલેસ અને એકપણ કાપા વિના મુખમાર્ગે કરાતી

અમદાવાદ તા. રઃ મહિલાઓ પોતાની સુંદરતાને લઇને ખુબજ સતર્ક હોય છે ભલે પછી તે ચહેરાની હોય કે શરીરના કોઇપણ અંગની સમાજમાં બાળકો કિશોર-કિશોરીઓ યુવાન-યુવતીઓમાં મેદસ્વીતાનું પ્રમાણ વધી રહ્યું છે. તેની સામે મેદસ્વીતા ઘટાડવા માટે કરવામાં આવતી અત્યાધુનિક બેરિઆટ્રીક લેપ્રોસ્કોપીક સર્જરનો વ્યાપ પણ વધ્યો છે. પરંતુ પેટ પર ત્રણથી ચાર હોલ પાડીને કરાતી લેપ્રોસ્કોપીક બેરિઆટ્રીક સર્જરીથી કેટલાંક લોકો ડરી રહ્યા છે તેમાંય અપરણિત યુવતીઓ હજુ પણ આ સર્જરીમાં પેટના ભાગે થતાં હોલને કારણે સર્જરી કરાવતા ખચકાટ અનુભવે છે ત્યારે હવે અમદાવાદમાં વિજય ચાર રસ્તા પાસેની રેડિઅન્સ હોસ્પિટલમાં શરીરના કોઇપણ ભાગ પર એક પણ કાપો મુકયા વિના માત્ર મોટેથી પેટ સુધી પહોંચીને કરાતી 'અત્યાધુનિક એન્ડોસ્કોપીક બેરિઆટ્રીક પ્રોસીઝર' અપરણિત યુવતીઓ અને મહિલાઓ સહિત યુવાનો માટે આશિર્વાદરૂપ સાબિત થશે.

આ અંગે રર વર્ષથી બીઆઇ સર્જરી અને દર વર્ષથી બેરિઆટ્રીક સર્જરીમાં નિપુણતા ધરાવતા રેડિઅન્સ હોસ્પિટલના બેરિઆટ્રીક રોબોટીક અને એન્ડોસ્કપીક સર્જન ડો. અપુર્વ વ્યાસે જણાવ્યું કે, 'ગુજરાતમાં ૧૮ ટકા મહિલા અને ૧૪ ટકા પુરૂષ સામાન્ય કરતા વધુ વજન ધરાવે છે. ઓલેસીટીને લીધે સમાજમાં ડાયાબીટીસનું પ્રમાણ વધી રહ્યું છે. ત્યારે સમગ્ર ગુજરાતમાં અમદાવાદમાં પ્રથમવાર 'એન્ડોસ્કોપીક બેરિઆટ્રીક પ્રોસીઝર' માટેના ઇનહાઉસ અને ડેડિકેટેડ સેન્ટરનો રેડિઅન્સ હોસ્પિટલમાં પ્રારંભ થયો છે તેમજ ટુંકા ગાળામાં ર જેટલી સફળ 'એન્ડોસ્કોપીક બેરિઆટ્રીક પ્રોસીઝર્સ' બેરિઆટ્રીક સર્જન ડો. અપુર્વ વ્યાસ અને ગલેસ્ટ્રોએન્ટ્રોલોજીસ્ટ ડો. ચિરાગ એન. શાહની ટીમ દ્વારા હાથ ધરવામાં આવી છે જેથી હવે આ પ્રોસિઝર કરાવવા ઇચ્છતા દર્દીને ઇન્દોર કે મુંબઇ જવું પડશે નહીં. તેઓએ ૧ર૦૦ થી વધુ સફળ બેરિઆટ્રોક સર્જરી કરી છે.

(3:28 pm IST)