Gujarati News

Gujarati News

News of Friday, 2nd November 2018

ડ્રિપ કેપિટલ દ્વારા નિકાસકારો સાથે ચર્ચાઃ સેમિનાર સંપન્ન

અમદાવાદ તા.૨: ડ્રિપ કેપિટલે એફઆઇઇઓના સહયોગથી 'એકસપોર્ટ ફેકટરિંગ' વિષે ઇન્ટેરીયર સેશન નાના અને નિકાસકારો માટે સેમિનાર યોજાએલ. રાજકોટમાં ડ્રિપ કેપિટલના બિઝનેસ ડેવલપમેન્ટના ડાયરેકટર શ્રી રવિ નારવાની, એફઆઇઇઓના કોર્પોરેશન પ્રાઇવેટ લિમિટેડ એન્ડ ઇીમજીએટ પાસ્ટ ચેરમેન ડબલ્યુઆરના ગેકોં ટ્રેડિંગના ડિરેકટર શ્રી ખાલિદખાન, રાજકોટના રાજકોટ ચેમ્બર્સ ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝના પ્રેસિડેન્ટ રી ગોૈતમ ધમસાણીયા, રાજકોટ ગ્રેટર રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝના પ્રેસિડેન્ટ શ્રી ધનસુખભાઇ વોરા અને એફઆઇઇઓ ડબલ્યુઆર રાજકોટના કન્વેનર પાર્થ ગણાત્રા દ્વારા રજુ કરવામાં આવ્યા હતા.

આ કાર્યક્રમના મુખ્ય મહેમાન તરીકે રીજનલ મેનેજર એફઆઇઇઓ (વેસ્ટર્ન રીજન) શ્રી ખાલિદ ખાન અને ધવલ એગ્રી એકસપોર્ટ એલએલપીના પ્રમોટર જય ચંદરાનાની ગરિમામય ઉપસ્થિત રહયાં હતા.ડિરેકટરશ્રી રવિ નારવાનીએ જણાવ્યું હતું કે વર્ષ ૨૦૧૭-૧૮માં  રાજયમાં રર ટકાની તીવ્ર વૃદ્ધિ જોવા મળી છે આ વૃદ્ધિથી ભારતની નિકાસમાં રાજયનો સમગ્ર ભાગ વધ્યો છે. તેમ છતાં ભારતમાં એસએસઇ ઇન્ફ્રાસ્ટ્રકચર અને ટેકનોલોજીની અભાવ સાથે સંઘર્ષ કરી રહી છે. પરંતુ સૌથી વધારે પડકારજનક છે. વર્કિંગ કેપિટલની અછત વધુમાં મોટા ભાગના નાણાકીય સહાય માટે કેલેટરલ પણ રાખવા પડે છે. અને તેમના વ્યાજદરો પણ ઊંચા હોય છે. 'ડ્રિપ કેપિટલ એ એક ટ્રેડ ફાઇનાન્સ કંપની છે, જે ભારતીય નિકાસકારોને તાત્કાલિક મંજુરી અને લઘુત્તમ દસ્તાવેજો સાથે કોલેટરલ મફત પોસ્ટ શિપમેન્ટ ફાઇનાન્સ પ્રદાન કરે છે.

(3:28 pm IST)