Gujarati News

Gujarati News

News of Friday, 2nd November 2018

મહેસાણા ઓબ્ઝર્વેશન હોમમાંથી ભાગી છૂટ્યા બાદ નામીચા બાળ આરોપીએ ૮ ગુના આચર્યાઃ ક્રાઇમ બ્રાંચે બે સાગ્રીતો સાથે દબોચ્યો

૭ લાખની કાર, ૧.૯૫ લાખનું બાઇક, બીજા પાંચ વાહનો ચોર્યા અને રાજકોટના ઓબ્ઝર્વેશન હોમમાં છરી સાથે ઘુસી ગયો'તો : હેડકોન્સ. રાજેશભાઇ બાળા, સિધ્ધરાજસિંહ ચુડાસમા, કોન્સ. રઘુવીરસિંહ વાળા, સિધ્ધરાજસિંહ જાડેજા અને વિજય ડાંગરની બાતમી પરથી પીએસઆઇ ડી. પી. ઉનડકટ અને પીએસઆઇ મહાવીરસિંહ જાડેજાની ટીમને સફળતા

પીઆઇ એચ. એમ. ગઢવી, પીએસઆઇ મહાવીરસિંહ બી. જાડેજા, પીએસઆઇ ડી. પી. ઉનડકટ, હેડકોન્સ. રાજેશભાઇ બાળા, સિધ્ધરાજસિંહ ચુડાસમા, રઘુભા વાળા, સિધ્ધરાજસિંહ જાડેજા, પ્રતાપસિંહ ઝાલા, ભરતભાઇ વનાણી સહિતની ટીમ તથા પકડાયેલા ત્રણ પૈકીના બે પુખ્ત વયના આરોપી તથા કબ્જે થયેલા લાખોના વાહનો જોઇ શકાય છે

રાજકોટ તા. ૨: શહેરમાં અગાઉ લૂંટ, પોલીસની રાઇફલ ઝુંટવી લેવી તેમજ ભકિતનગર સ્ટેશન પ્લોટમાં ઓબ્ઝર્વેશન હોમમાં ગુનો આચરી ચુકેલા નામીચા બાળક આરોપીએ મહેસાણાના ઓબ્ઝર્વેશન હોમમાંથી ભાગી છુટ્યા બાદ લાગલગાટ ૮ ગુના આચરી પોલીસ અને પ્રજાના નાકે દમ કરી દીધો હતો. કાયદાના સંઘર્ષમાં આવેલા આ બાળ આરોપીને તેના બે સાગ્રીતો સાથે ક્રાઇમ બ્રાંચના હેડકોન્સ. રાજેશભાઇ બાળા, હેડકોન્સ. સ્ધ્ધિરાજસિંહ ચુડાસમા, કોન્સ. રઘુવીરસિંહ (રઘુભા) વાળા, સિધ્ધરાજસિંહ જાડેજા અને વિજયભાઇ ડાંગરની બાતમી પરથી તેના બે સાગ્રીતો સાથે ઝડપી લેવામાં સફળતા મળી છે. આ ત્રિપુટી પાસેથી ૧૦ લાખ ૫૨ હજારના વાહનો તથા છરી કબ્જે કરવામાં આવ્યા છે. બાળ કિશોર અગાઉ લૂંટ, ચોરી, મારામારી સહિતના ગુના આચરી ચુકયો છે.

શહેર પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલ તથા સંયુકત પોલીસ કમિશ્નર સિધ્ધાર્થ ખત્રી, એસીપી ક્રાઇમ જયદીપસિંહ સરવૈયાએ અસરકારક પેટ્રોલીંગ ફરી મિલ્કત સબંધી ગુન્હાઓ અટકાવવા અને અનેક વાહન ચોરીમા તેમજ લૂંટના ગુન્હાઓમા પકડાયેલ તેમજ મહેસાણા ઓબ્ઝર્વેશન હોમમાંથી ભાગી છુટેલા મુસ્લિમ બાળ કીશોર  વાહન ચોરી કરતો હોઇ  તેને પકડવા માટે અસરકારક કામગીરી કરવા સુચના આપી હતી.  પીઆઇ એચ. એમ. ગઢવીના માર્ગદર્શન હેઠળ ડી.સી.બી. પોલીસ મથકના પીએસઆઇ ડી.પી.ઉનડકટ, પીએસઆઇ મહાવીરસિંહ.બી.જાડેજાની ટીમ કાર્યરત થઇ હતી. તે અંતર્ગત આ ટીમના તરવરીયા હેડકોન્સ. રાજેશભાઇ બાળા, હેડકોન્સ્. સિધ્ધરાજસિંહ ચુડાસમા, કોન્સ. રધુવિરસિંહ (રઘુભા) વાળા, કોન્સ સિધ્ધરાજસિંહ જાડેજા, કોન્સ. વિજયભાઇ ડાંગરને મળેલઙ્ગ બાતમી મળતાં બાળ આરોપી તથા તેના બે સાગ્રીત દિપક ઉર્ફે કાન્ચો ઉર્ફે દીપો  ભરતભાઇ રાઠોડ ( રહે.મનહરપુર-૧ મ.પરા) તથા રાહુલ ઉર્ફે રવિ  કિશોરભાઇ સાપરા  (રહે. ઉદયનગર શેરી નં.૨૩)ને પકડી લીધા છે.

મહેસાણા બાળ સુધાર ગૃહમાંથી બાળ આરોપી ૬/૧૦/૧૮ના રોજ પતરૂ ઉંચુ કરીને ભાગી ગયો હતો. એ પછી તેણે લૂંટ અને ચોરીઓ શરૂ કરી હતી. ભાગ્યા પછી બે સાગ્રીતો દિપક અને રાહુલ સાથે મળી જે ગુના આચર્યા તેની વિગતો આ મુજબ છે. 

(૧) મારૂતી સીયાઝ કાર સફેદ કલરની કિ.રૂ.૭,૦૦,૦૦૦/- એસ.જી.હાઇવે સર્વીસ રોડ પરથી લુંટ કરેલ છે જે બાબતેઙ્ગ અમદાવાદ વસ્ત્રાપુર પોલીસ સ્ટેશન ફ.ગુ.ર.નં.૨૨૪/૧૮ ઇપીકો કલમ ૨૯૪(ખ),૩૯૨ મુજબ ગુનો નોંધાયો છે.

(૨) બજાજ કંપનીનું કેટીએમ મોટર સાયકલ કિ.રૂ.૧,૯૫,૦૦૦/- સાબરમતી રામનગર વિસ્તારમાથી ચોરી કરતાં અમદાવાદ સાબરમતી પો.સ્ટે ફ.ગુ.નં.૧૩૯/૧૮ ઇપીકો કલમ ૩૭૯ મુજબ ગુનો નોંધાયો છે. (૩)ઙ્ગ હીરોહોન્ડા સ્પ્લેન્ડર પ્લસ કિ.રૂ.૪૮૦૦૦/- કુવાડવા રોડ ડી માર્ટની બાજુની શેરીમાથી ચોરી કરેલ જે બાબતે રાજકોટ શહેર બી ડીવી પો.સ્ટે ફ.ગુ.૨૦૫/૧૮ ઇપીકો કલમ ૩૭૯ મુજબ ગુનો નોંધાયો છે. (૪) સ્પેન્ડલર પ્લસ મો.સા.રૂ.૨૫૦૦૦/- રામધણ મંદીરની પાછળ એપાર્ટમેન્ટના પાર્કીગમાથી ચોરી કરેલ જે બાબતે રાજકોટ તાલુકા પો.સ્ટે ફ.ગુ.નં.૧૨૨/૧૮ ઇપીકો કલમ ૩૭૯ મુજબ ગુનો દાખલ થયો છે. (૫) હોન્ડા સ્પ્લેન્ડર મો.સા કિ.રૂ.૧૫૦૦૦/- ઢેબર રોડ અટીકા પરમેશ્વવર શેરી નં.૬ માથી ચોરી કરેલ ભકિતનગર પો.સ્ટે ફ.ગુ.નં. ૨૧૨/૧૮ ઇપીકો કલમ ૩૭૯ મુજબ ગુનો નોંધાયો છે.

આ ઉપરાંત (૬) એકટીવા- કિ. ૪૧૦૦૦/- જેતપુર નાજાવાડા પરામાથી ચોરી કરેલ છે. જેતપુર પો.સ્ટે ફ.ગુ.નં.૧૩૮/૧૮ ઇપીકો કલમ ૩૭૯ મુજબ ગુનો નોંધાયો છે.  (૭) એકટીવા મોટર સાયકલ જે કિ.રૂ.૨૮૦૦૦/- ગોડલ રોડ ટોયોટોના શો રૂમની પાછળ વાડીમાથી ચોરી કરેલ જે શાપર પોલીસ સ્ટેશનની હદ હોય તેઓને જાણ કરવામા આવેલ છે.

આ ઉપરાંત (૮) રાજકોટ એ-ડીવીઝન પો.સ્ટે ફ.૨૦૬/૧૮ ઇપીકો કલમ ૪૫૨, જી.પી.એકટ કલમ ૧૩૫ (૧) મુજબ ગુનો દાખલ થયો હતો.

ત્રણેય પાસેથી સાત વાહન રૂ. ૧૦,૫૨૦૦૦ તથા છરી કબ્જે કરવામાં આવેલ છે.  નંબર ૧ બાળકીશોર હોય તે કાયદાના સધર્સમા આવેલ તેને નજર કૈદ તેમજ નં.૨ તથા ૩ ને સી.આર.પી.સી કલમ ૪૧(૧)ડી મુજબ પંચનામુ કરી અટક કર્યા છે.

આ કામગરીમાં પો.સબ.ઇન્સ ડી. પી. ઉનડકટ, પો.સબ.ઇન્સ મહાવીરસિંહ. બી. જાડેજા, એ.એસ.આઇ જયદીપસિંહ રાણા, પો.હેડ કોન્સ સિધ્ધરાજસિંહ ચુડાસમા, પો.હેડ.કોન્સ ભરતભાઇ વનાણી, પો.હેડ.કોન્સ રાજેશભાઇ બાળા,પો.હેડ.કોન્સ હરદેવસિંહ જાડેજા, પો.કોન્સ રધુવિરસિંહ વાળા, પો.કોન્સ સિંધ્ધરાજસિંહ જાડેજા, પો.કોન્સ વિરદવેસિંહ જાડેજા તથા પો.કોન્સ વિજયભાઇ ડાંગર જોડાયા હતાં.

કાયદાના સંઘર્ષમાં આવેલ (બાળ કિશોર) તા.૦૬/૧૦/૧૮ ના મહેસાણા ઓબ્ઝર્વેશન હોમમાથી પતરૂ ઉચુ કરી ભાગી નીકળ્યો હતો એ પછી વાહનોની લૂંટ અને ચોરીઓ કર્યા હતાં.

(3:28 pm IST)