Gujarati News

Gujarati News

News of Friday, 2nd November 2018

ફટાકડામાં દિવાળી સુધરીઃ GST માં દસ ટકાના ઘટાડાના પગલે ભાવ ઘટયા

ર૮ ટકાના બદલે હવે ૧૮ ટકા જીએસટી ફટાકડાના વેચાણ પર હોવાથી ફટાકડા સસ્તા થયાઃ બજારમાં જમીન ચક્કર, શંભુ, બટરફ્લાય, બોમ્બ, રોકેટ વગેરેમાં કેટલીક નવી વેરાઇટીઓ આવી છે

અમદાવાદ, તા.૨:  દર વર્ષે દિવાળીના તહેવારો દરમિયાન ફટાકડાના વેચાણમાં વધારો જોવા મળે છે તેની સાથે સાથે ભાવવધારો પણ દર વર્ષે થાય છે. આ વર્ષે ઊલટું છે. જીએસટીમાં દસ ટકાનો ઘટાડો થતાં તેનો સીધો ફાયદો ગ્રાહકોને થશે.

ર૮ ટકાના બદલે હવે ૧૮ ટકા જીએસટી ફટાકડાના વેચાણ પર હોવાથી ફટાકડા સસ્તા થયા છે અને વેપારીઓએ પણ આ વર્ષે ભાવ વધારવાનું માંડી વાળ્યું છે, જોકે આ વર્ષે અત્યાર સુધી ફટાકડા બજારમાં હજુ સુધી દ્યરાકીની રોનક જામી નથી. વેપારીઓ છેલ્લા દિવસોમાં ઘરાકી ખૂલવાની રાહમાં છે. બજારમાં મંદીના માહોલની અસર ફટાકડા બજારમાં પણ દેખાઈ રહી છે.

ફટાકડાના વેપારીના જણાવ્યા મુજબ શિવાકાશીથી અમદાવાદના બજારમાં જમીન ચક્કર, શંભુ, બટરફ્લાય, બોમ્બ, રોકેટ વગેરેમાં કેટલીક નવી વરાઇટીઓ આવી છે.

આ વર્ષે શહેરમાં ૩૦થી ૩પ કરોડના ફટાકડાના વેચાણનો અંદાજ છે. જીએસટી લાગુ કરવામાં આવ્યો ત્યારે ફટાકડા પર ર૮ ટકા ટેકસ હતો. ત્યાર બાદ આ ટેકસ ઘટાડવા માટે જીએસટી કાઉન્સિલને રજૂઆત કરવામાં આવી હતી તેના પગલે કાઉન્સિલે ૧૦ ટકા ટેકસ ઘટાડીને ૧૮ ટકા કરી દીધો છે.તેથી ફટાકડા ખરીદનારાઓને સીધો ૧૦ ટકાનો ફાયદો થશે. એટલું જ નહીં જીએસટીના કારણે ત્રણ રાજયમાં વસૂલાતા ટેકસમાંથી પણ મુકિત મળી છે. શહેરમાં તામિલનાડુથી પણ ફટાકડા આવતા હોય છે. તેથી ફટાકડા લઈને આવતી ટ્રક તામિલનાડુથી નીકળી કર્ણાટક, મહારાષ્ટ્ર અને ત્યાર પછી ગુજરાતમાં આવે એટલે ત્રણ જગ્યાએ ટેકસ ભરવો પડતો હતો. હવે જીએસટી એકે જ ભરવાનો હોવાથી ફટાકડા સસ્તા થયા છે.

ફટાકડાનું નામ

ગત વર્ષના ભાવ (રૂ.)

હાલનો ભાવ (રૂ.)

ગ્રાઉનડ ચકરી બોકસ

૧પ૦ થી ૧૬૦

૧૩૦

કલર કોઠી બોકસ

રપ૦

૧૯પ

સીઝલીંગ સ્ટાર

ર૮૦ થી ર૯૦

ર૩૦

નાના બોમ્બ

૬૦ થી ૭૦

પ૦

કીંગ ગ્રીન બોમ્બ

૧૦૦ થી ૧રપ

૯૦

બુલેટ બોમ્બ

પ૦ થી ૭૦

૩પ થી પ૦

સ્ટાર રાઇડર્સ

૧રપ

૧૦પ

ગોરલેન્ટ

૬૦થી ૭૦૦૦

૪૬થી ૬૦૦૦

પામ ટ્રી

૪૭૦

૪ર૦

સ્કોય સ્ક્રેપર્સ

૬૦૦

પ૩૦

સ્ટાર ડક

૧૪૦

૧ર૦

ચોરસા-ગારલેન્ડ

૧રપ

૯પ

સેરીયલ વન્ડર

૧પ૦

૧રપ

 

(3:26 pm IST)