Gujarati News

Gujarati News

News of Friday, 2nd November 2018

અંકલેશ્વરમાં એક જ સમાજના બે જૂથ વચ્ચે ધીંગાણું :7 લોકોને ઇજા :રૂપિયાની લેવડ-દેવડ મામલે બે જૂથ બાખડ્યા

ભરૂચ જિલ્લાના અંકલેશ્વરમાં એક જ સમાજના બે જૂથ વચ્ચે મારામારીની ઘટના બની. જેમાં 7 લોકોને ઈજા થઈ.. અંકલેશ્વરની માંડવા સોસાયટીની આ ઘટના છે. રૂપિયાની લેવડ-દેવડ મામલે બે જૂથ વચ્ચે બોલાચાલી થઈ હતી. જે ઉગ્ર બનતાં મામલો બિચક્યો હતો. ઘાયલોને તાત્કાલિક સિવિલ હોસ્પિટલ ખસેડાયા છે. જ્યારે પોલીસે આ મામલે તપાસ હાથ ધરી છે.

(3:17 pm IST)