Gujarati News

Gujarati News

News of Friday, 2nd November 2018

ગુજરાત યુનિવર્સિટી કેમ્પસમાં રસ્તા-પાર્કિંગ બનાવવા 50થી વધુ વૃક્ષનું નિકંદન કાઢી નખાયું

નાના મોટા 37 ગાર્ડન વિસ્તારમાં 35 ગાર્ડનની હાલત દયનિય : મેન્ટેનન્સનો અભાવ

અમદાવાદ: ગુજરાત યુનિવર્સિટીમાં નવાં બાંધકામના પ્રોજેક્ટો ઉપરાંત કેમ્પસમાં રોડ-યુનિ. ગેટ, પેવર બ્લોક સહિતનાં ૨૦૦ કરોડથી વધુનાં નવાં અને રિનોવેશન કામ ચાલી રહ્યાં છે આ માટે યુનિવર્સિટી કેમ્પસમાં ૫૦થી વધુ વૃક્ષોનું નિકંદન કરી નાંખવામાં આવ્યું છે.

 એક તરફ યુનિવર્સિટી પર્યાવરણ અને આબોહવા પરિવર્તનના પાઠ આપે છે અને બીજી બાજુ વૃક્ષો કપાઈ રહ્યા છે. હાલમાં ગુજરાત યુનિવર્સિટીમા કુલ નાના મોટા થઇને ૩૭ ગાર્ડન જેવા વિસ્તાર આવેલ છે પરંતુ તેમાંથી ૩પ ગાર્ડનની હાલત ખરાબ છે

   યુનિવર્સિટી મેઇન ટાવર બિલ્ડિંગની આસપાસ તેમજ કુલપતિના બંગલાના ગાર્ડન સિવાય એક પણ ગાર્ડન હાલમાં બચ્યો નથી અને દર મહિને કોન્ટ્રાકટરને રૂપિયા ચૂૂકવાઇ રહ્યા છે, પરંતુ મેન્ટેનન્સ કરવામાં આવતું નથી.

 હાલમાં નવા કુલપતિ દ્વારા યુનિવર્સિટીને નવાં રૂપરંગ આપવા વિવિધ પ્રકારનાં કામ યુનિવર્સિટીમાં હાથ ધરાયાં છે ત્યારે કે.એસ. સ્કૂલ ઓફ મેનેજમેન્ટનું વિશાળ પાર્કિંગ, જે ઓગસ્ટ-ર૦૧૬માં ૩પ લાખના ખર્ચે પાર્કિંગ બનાવ્યું હતું તે બે જ વર્ષમાં તોડી નખાયું છે અને તેની વચ્ચેથી રસ્તો કાઢીને નવું પાર્કિંગ બનાવવાનું કામ હાથ ધરવામાં આવ્યું છે તેમજ બે વર્ષ પૂર્વે તૈયાર કરેલ તમામ રસ્તા તોડીને આરસીસી રોડ બનાવાઇ રહ્યા છે.

(3:03 pm IST)