Gujarati News

Gujarati News

News of Friday, 2nd November 2018

અમદાવાદમાં મહિલાઓ અને પુરૂષો હવે એક સમયે સાથે જ કરશે સ્વિમિંગ

વર્કિંગ વૂમનની માંગણીઓને ધ્યાનમાં રાખીને આવી વિચારણા કરવામાં આવી છે

અમદાવાદ તા. ૨ : અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત સ્વિમિંગ પુલ અંગે મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. તેમણે સ્ટેન્ડિંગ સમિતિમાં નિર્ણય લીધો છે કે સ્ટેડિયમ સ્વિમિંગ પુલમાં પુરૂષો અને મહિલાઓ એક સાથે સ્વિમિંગ કરશે.

સ્ટેન્ડિંગ કમિટી બાદ મેયરે એવી જાહેરાત કરી હતી કે સ્ટેડિયમ સ્નાનાગારમાં સવારે ૬થી ૯ અને સાંજે ૬થી ૭.૧૫ સુધી પુરૂષ તરવૈયા સાથે મહિલા તરવૈયા પણ સ્વિમિંગ પુલમાં તરી શકશે. ૭ લેનમાંથી બે લેનમાં મહિલાઓ રહેશે.

મ્યુનિ.ના સ્નાનાગારોમાં આ પ્રકારનો પ્રયોગ પહેલી વખત હાથ કરવામાં આવશે. જો આ પ્રયોગ ત્યાં સફળ થશે તો અન્યત્ર પણ લાગુ કરવામાં આવશે.

મહત્વનું છે કે હાલ બધા સ્નાનાગૃહમાં મહિલાઓનો સમય બપોરનો છે જેના કારણે જે મહિલાઓ કામ કરતી હોય તેમને આ ફાવે તેવું નથી. જેના કારણે સમય અંગે કામકાજી મહિલાઓએ અનેક રજૂવાત કરી હતી. વર્કિંગ વૂમનની માંગણીઓને ધ્યાનમાં રાખીને આવી વિચારણ કરવામાં આવી છે.

હાલમાં શાવર અને કપડા બદલવાના રૂમો તો એક જ પ્રકારના હોવાના કારણે તે માટે અન્ય વ્યવસ્થા કરવામાં આવશે. સ્નાનાગૃહના સત્તાધીશો જણાવે છે કે મહિલાઓ બાળકોના રૂમનો ઉપયોગ કરી શકે છે. તો જોવાનું એ રહ્યું કે આ કેટલી હદે સફળ થાય છે.

(11:55 am IST)