Gujarati News

Gujarati News

News of Friday, 2nd November 2018

શું તું સિંગલ છે ? આવું એક છોકરી વારંવાર પૂછતી હોવાથી યુવકે પોલીસ-ફરિયાદ કરી દીધી

અમદાવાદ, તા. ર : અમદાવાદના એક બિઝનેસમેન વિજય નારંગે આ અઠવાડિયે પોલીસમાં લેખિત ફરિયાદ કરી હતી કે કોઇક છોકરી છેલ્લા કેટલાક દિવસથી સોશ્યલ મીડિયા પર તેને હેરાન કરી રહી છે. શું તમારે કોઇ ગર્લફ્રેન્ડ છે ? શું તંુ સિંગલ છે ? તારી સાથે ફ્રેન્ડશિપ કરવી છે.. જેવા સવાલો સામાન્ય લાગી શકે, પણ એક છોકરી આવા સવાલો પૂછીને મુસીબતમાં મૂકાઇ ગઇ છે. વિજય નારંગને છેલ્લા ઘણા વખતથી એક નંબર પરથી અજાણી છોકરી આવા સવાલો પૂછતી હતી. આ કોઇ હનીટ્રેપ હશે એવી આશંકાથી આ 'અજાણી છોકરી' વિરૂદ્ધ ફરીયાદ નોંધાવી હતી. વોટસએપ પરના પ્રોફાઇલ પિકચર પરથી તે ખૂબ સુંદર હોય એવું લાગ્યું હતું, પરંતુ વિજયનું કહેવું છે કે તેને પોલીસનો કોઇ ડર હોય એવું નથી લાગતું. તેના વોટસએપ નંબરને બ્લોક કરી દીધો તો તેણે ટેકસ્ટ મેસેજ કરવાનું શરૂ કરી દીધું.

(11:46 am IST)