Gujarati News

Gujarati News

News of Friday, 2nd November 2018

તા. ૨૦ થી ૨૨ ડીસેમ્બર તમામ રાજ્યોના પોલીસ વડાઓની સ્ટેચ્યુ ઓફ યુનિટિ સમીપ કોન્ફરન્સ

રાજકોટ, તા. ૨ :. ભારત સરકાર દ્વારા દર વર્ષે જુદા જુદા રાજ્યોમાં યોજાતી રાષ્ટ્રીય કક્ષાની ડીજીપી કોન્ફરન્સ આ વખતે કેવડીયા કોલોનીમાં યોજાનાર છે. જેમાં તમામ રાજ્યોના પોલીસ વડાઓ અને કેન્દ્ર સરકારના ગૃહ વિભાગના ઉચ્ચ અધિકારીઓ ભાગ લેશે. સ્ટેચ્યુ ઓફ યુનિટિના નિર્માણ પછી મહત્વના કાર્યક્રમો કેવડીયામાં થાય અને સ્થળ વધુ જાણીતુ બને તથા બહારના લોકોને તેને જાણ વાનો લ્હાવો મળે તેવો સરકારનો ઈરાદો છે. ડીજીપી કોન્ફરન્સ ૨૦ થી ૨૨ ડીસેમ્બરે યોજાશે. રાજ્ય સરકારે યજમાન તરીકે તૈયારી શરૂ કરી છે.

બે વર્ષ પહેલા ગુજરાતમાં કચ્છમાં આ પ્રકારની કોન્ફરન્સ યોજવામાં આવેલ. કેવડીયાની કોન્ફરન્સમાં વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી હાજરી આપનાર છે. જો તેઓ અનિવાર્ય કારણસર ન આવી શકે તો વિડીયો કોન્ફરન્સથી સંબોધન કરશે. ૩ દિવસ દેશની સુરક્ષા તેમજ કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિને અનુલક્ષીને ચર્ચા થશે.(૨.૧૦)

 

(12:25 pm IST)