Gujarati News

Gujarati News

News of Friday, 2nd November 2018

ગુજરાતમાં લોકસભા ચૂંટણીની તૈયારી :રાજ્યની 26 બેઠક માટે ભાજપે કરી પ્રભારી, ઈન્ચાર્જ, સહ ઈન્ચાર્જની નિમણૂંક

લોકસભાની 26 સીટો જીતવા માટે 78 પદાધિકારીઓને સોંપાઈ જવાબદારી;અમદાવાદમાં આઈ,કે,જાડેજા,પ્રભારી-રાજકોટના ઇન્ચાર્જ નરહરિ અમીન

ગાંધીનગરઃ ગુજરાતમાં ભાજપ દ્વારા આગામી લોકસભાની ચૂંટણીની તૈયારીઓ હાથ ધરાઈ છે લોકસભા ચૂંટણીની રણનીતિ બનાવવા માટે મુખ્યમંત્રીના નિવાસ્થાને સરકાર અને સંગઠનના મહત્વના પદાધિકારીઓની મળેલ બેઠકમાં મહત્વના નિર્ણયો લેવાની સાથે  26 લોકસભાની બેઠકો માટે પ્રભારી, ઈન્ચાર્જ, સહ-ઈન્ચાર્જની નિમણૂંક કરાઈ છે

 ભારતીય જનતા પાર્ટીએ લોકસભાની ચૂંટણીની કવાયત તેજ કરી દીધી છે. કુલ 78 પદાધિકારીઓને જવાબદારી સોંપાઈ છે. બનાસકાંઠાની લોકસભા સીટના પ્રભારી તરીકે દુષ્યંત પંડ્યાની નિમણૂંક કરવામાં આવી છે. તો સાબરકાંઠાની જવાબદારી પ્રદીપસિંહ વાઘેલાને સોંપવામાં આવી છે.
   બનાસકાંઠાના પ્રભારી તરીકે દુષ્યંત પંડ્યા,પાટણના પ્રભારી તરીકે મયંક નાયક,સાબરકાંઠાના પ્રભારી તરીકે પ્રદીપસિંહ વાઘેલા,અમદાવાદના પ્રભારી તરીકે આઈ.કે.જાડેજા,દાહોદના પ્રભારી તરીકે અમિત ઠાકર અને ભાવનગરના પ્રભારી તરીકે  મહેશ કસવાલાની નિમણૂંક કરાઈ છે
   અમદાવાદ પૂર્વમાં ઈન્ચાર્જ તરીકે વલ્લભ કાકડીયા ,રાજકોટમાં ઈન્ચાર્જ તરીકે નરહરિ અમીન,જામનગરમાં ઈન્ચાર્જ તરીકે ચીમન સાપરિયા અને અમરેલીમાં ઈન્ચાર્જ તરીકે વી.વી.વઘાસીયાની નિમણૂંક કરાઈ છે
 

(8:11 pm IST)