Gujarati News

Gujarati News

News of Friday, 2nd November 2018

અમદાવાદમાં ફ્લેટ ભાડે રાખીને ચલાવાતું હુક્કાબાર ઝડપાયું : પાંચ લોકોની ધરપકડ

મણિનગરમાં ચાર લોકોએ 20 હજારના ભાડે રાખ્યો હતો ફ્લેટ : મકાન માલિકે ભાડા કરાર પણ કરેલ ન હતો.

અમદાવાદઃઅમદાવાદના મણિનગર વિસ્તારમાં ફ્લેટ ભાડે રાખીને ચલાવતા હુક્કાબાર ઝડપાયું છે અને હુક્કાબાર ચલાવતા યુવકોની પોલીસે ધરપકડ કરી છે.પોલીસે હુક્કો પીતા અન્ય યુવાનોને પણ ઝડપી લીધા છે.

 

આ  અંગેની વિગત મુજબ મણિનગરના જગાભાઈ પાર્ટમાં આવેલા આશીર્વાદ એપાર્ટમેન્ટમાં હુક્કાબાર ચાલે છે તેવી બાતમીના આધારે પોલીસે ત્યાં રેડ પાડી હતી. આ દરમિયાન હુક્કો વેંચતા અને હુક્કો પીવા આવેલા પાંચ વ્યક્તિઓની પોલીસે ધરપકડ કરી છે. આ મકાનમાં ચાર લોકો રહેતા હતા ત્યાં ઘરે જ હુક્કાબાર ચલાવતા હતા. 

પોલીસે જ્યારે પૂછપરછ કરી તો જાણવા મળ્યું કે, અમૃત પટેલ નામના વ્યક્તિ પાસેથી ચાર લોકોએ 20 હજાર રૂપિયામાં ભાડે મકાન રાખ્યું હતું. પોલીસે હાલ તમામ લોકોની ધરપકડ કરી છે ત્યારે ફરાર આરોપીઓની શોધખોળ હાથ ધરી છે. મહત્વની વાત એ છે કે પોલીસ મકાન માલિક સામે પણ ગુનો દાખલ કરવાની છે કારણ કે મકાન માલિકે ભાડા કરાર પણ કરેલ ન હતો.

(8:45 pm IST)