Gujarati News

Gujarati News

News of Friday, 2nd November 2018

અમદાવાદમાં પાર્ટનર અને સાથીદારે રૂૂ.૨પ લાખ પાછા આપવાનો ઇન્કાર કરતા ભરત દૈયાનો આપઘાત

અમદાવાદઃ બિઝનેસ પાર્ટનરે ઉછીના લીધેલા 25 લાખ રૂપિયા પરત કરવાનો ઈનકાર કરતા 30 વર્ષીય યુવકે પોતાનું જીવન ટૂંકાવી નાખ્યું. યુવકે આત્મહત્યા કર્યાના એક મહિના બાદ આ રહસ્ય પરથી પડદો ઉચકાયો. જ્યારે મૃતકના વોટ્સએપમાં તેના અન્ય નંબર પરથી આવેલો મેસેજ તેની પત્નીએ વાંચ્યો ત્યારે સમગ્ર હકીકત બહાર આવી. મેસેજમાં લખ્યું હતું કે, જો તેનો બિઝનેસ પાર્ટનર અને તેનો સહાયક મારા પૈસા પાછા નહીં આપે તો હું આત્મહત્યા કરી લઈશ.

મૂળ રાજસ્થાનના બાડમેરના વતની અને હાલ ઘીકાંટામાં રહેતા ભરત દૈયાએ 14 સપ્ટેમ્બરે ઘીકાંટામાં આવેલા વૈભવલક્ષ્મી કોમ્પલમાં પોતાના ગોડાઉનમાં ફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી. ભરતના મૃત્યુ બાદ તેની પત્ની જમના દૈયા પોતાના વતન જતી રહી, જ્યાં તેણે ભરતના મોબાઈલ ફોન તેના ભાણેજને આપ્યા. ભાણેજે મોબાઈલ ફોન અનલોક કરતા જમનાએ ભરતે આત્મહત્યા પહેલા 10મી સપ્ટેમ્બરે લખેલી સુસાઈડ નોટ જોઈ.

સુસાઈડ નોટમાં ભરતે લખ્યું હતું, હું મારું જીવન ટૂંકાવા જઈ રહ્યો છું. કારણ કે મારો પાર્ટનર અંકિત અને તેના સાથીદાર સુરેશે મારા પૈસા પાછા આપવાનો ઈનકાર કરી દીધો છે.

જ્યારે પરિવારે આ વિશે તપાસ કરી તો તેમને જાણવા મળ્યું કે ભરતના બિઝનેસ પાર્ટનરે તેની પાસેથી 25 લાખ રૂપિયા લીધા હતા. જ્યારે ભરતે પૈસા પાછા માગ્યા તો તેમણે ઈનકાર કરી દીધો અને ભરતને આ પ્રકારનું પગલું ભરવા મજબૂર કર્યો.

સમગ્ર મામલો સામે આવ્યા બાદ હવે કાલુપુર પોલીસ દ્વારા ભરતના બિઝનેસ પાર્ટરન અંકિત જૈન અને સુરેશ સામે આત્મહત્યા માટે ઉશ્કેરવા બદલ ફરિયાદ નોંધવામાં આવી છે

(6:17 pm IST)