Gujarati News

Gujarati News

News of Saturday, 2nd October 2021

રાજ્યમાં હવે દરેક જિલ્લામાં સાયબર ક્રાઈમ પોલીસ પોલીસ સ્ટેશન શરૂ કરવા સરકારને દરખાસ્ત : ડીજીપી આશિષ ભાટીયા

હાલ 10 જિલ્લામાં 24 જગ્યા પર સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશન કાર્યરત

અમદાવાદ :  દિવસે દિવસે ચોરી લૂંટ કરવાની સ્ટાઈલ બદલાઈ રહી છે. હવે રોકડની લૂંટ કરતાં સાઈબર ક્રાઈમના કિસ્સાઓ વધ્યા છે ત્યારે આ મુદ્દે પોલીસને વધુ સજ્જ કરવા અંગે સાયબર ક્રાઈમ સેમિનારનું આયોજન કરાયું..એચ કે કોલેજ ખાતે યોજાયેલા સાયબર ક્રાઈમ અને પ્રોસિક્યુશન સેમિનારમાં ડીજીપી આશિષ ભાટીયા અને કમિશ્નર સંજય શ્રીવાસ્તવ હાજર રહ્યા હતા 

 સેમિનારમાં આશિષ ભાટિયાએ કહ્યું કે દરેક જિલ્લામાં એક સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશન શરૂ કરવા દરખાસ્ત કરાઈ છે. હાલ 10 જિલ્લામાં 24 જગ્યા પર સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશન કાર્યરત છે, જે દરેક જિલ્લામાં બનાવવા સરકારને દરખાસ્ત કરાશે.ડીજીપીએ કહ્યું કે આર્થિક છેતપરિંડી સામે પોલીસ વધુ સજ્જ થઈ રહી છે અને આરોપી કરતાં પણ પૈસા રિકવર થાય તે માટે પહેલો પ્રયાસ કરવામાં આવે છે.

(12:00 am IST)