Gujarati News

Gujarati News

News of Saturday, 2nd October 2021

મુખ્યમંત્રી એ શબ્દ કેવળ ભ્રમ, અમારા માટે તો મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ જ છે. 'ભાજપ મે કુછ ભી હો સકતા હૈ'

કોચવાના સરપંચ અશોક બારોટ કહે છે કે, મે જીવન માં ક્યારેય તાલુકા પંચાયત નથી જોઈ છતાં છેલ્લા 20 વર્ષથી હું સરપંચ છું.

ઉત્તર ગુજરાતના મહેસાણા નજીકના કોચવા ગામના સરપંચ એક એવા સક્ષમ છે જેને કોઈ વિકાસ માટે કોઈ પણ સરકારની જરૂર નથી. કોચવાના સરપંચ અશોક બારોટ કહે છે કે, મે જીવન માં ક્યારેય તાલુકા પંચાયત નથી જોઈ છતાં છેલ્લા 20 વર્ષથી હું સરપંચ છું. સરપંચ બારોટે,પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ  પટેલને લઈને પણ નિવેદન આપતા કહ્યું કે, આજે મુખ્યમંત્રી એ શબ્દ કેવળ ભ્રમ છે,અમારા માટે તો મુખ્યમંત્રી નીતિનભાઈ  પટેલ જ છે. સરપંચે એમ પણ ઉમેર્યું કે, 'ભાજપ મે કુછ ભી હો સકતા હૈ'

રાજ્યસભા સાંસદ જુગલ લોખંડવાલા રાજ્ય સભા સાંસદ બન્યા તે પાછળની હકીકત કહેતા સરપંચ બારોટે કહ્યું કે, વડાપ્રધાન કે ગૃહમંત્રી ક્યારેય કોઈને એમ ને એમ પદ નથી આપી દેતા. લોખંડવાલા ક્યાંક તેમના પ્રીતિ પાત્ર રહ્યા હશે.તો જ આટલું મોટું પદ મળે. ભાજપમાં બધું શક્ય છે.માટે કોઈ નાણા કાર્યકર્તાએ ક્યારેય નિરાશ ના થવું. અહી ક્યારે'ય પણ લોટરી લાગી શકે છે

તો રાજ્યના પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ માટે કહ્યું કે, મુખ્યમંત્રી શબ્દ ભ્રમ છે.નીતિનભાઈ તમે અમારા માટે મુખ્યમંત્રી જ છો અને ભવિષ્યમાં પણ રહેશો. સરપંચે ઉમેર્યું કે, કેટલાક લોકો પદથી ઓળખાય છે. તેમનો રૂઆબ પણ પદના કારણે જ હોય છે.પણ નીતિનભાઈથી પદ શોભતું હતું.

(11:54 pm IST)