Gujarati News

Gujarati News

News of Saturday, 2nd October 2021

રાજપીપળા શીતળા માતાના મંદિર પાસેથી મોટરસાઈકલ ની ચોરી થતા ફરીયાદ નોંધાઈ

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : રાજપીપળા સાહેરમાંથી વાહન ચોરીના બનાવો છાસવારે બનતા જોવા મળે છે ત્યારે વધુ એક બાઇકની ચોરી બાબતે ફરિયાદ થતા પોલીસે તપાસ હાથ ધરી છે.
મળતી માહિતી મુજબ જીમેશભાઈ મહેશભાઈ પટેલ (રહે. રઘુવિર કોલોની, છત્રવિલાસ સોસાયટી, કોલેજ રોડ, રાજપીપલા)ઓએ આપેલી ફરીયાદ અનુસાર ગત તા.30 સપ્ટેમ્બરના સાંજના 7.30 વાગે તેમના નાનાભાઈ  દક્ષેશભાઈ મહેશભાઈ પટેલની  હિરો હોન્ડા કંપનીની પેસન પ્રો મો.સા નંબર GJ-22-E-7428 જે બ્લેક ગ્રે કલરની કિ.રૂ. આશરે ૨૦,૦૦૦ ની  મો.સા. કોલેજ રોડ ઉપર આવેલ શિતળા માતાજીના મંદિર પાસે રોડની સાઈડમાં સ્ટેયરીંગ લોક કરીને મુકેલ જે કોઇ અજાણ્યો ચોર ઇસમ મો.સા નુ લોક ખોલીને અથવા તોડીને ચોરી કરી લઇ ગયો હોય રાજપીપળા પોલીસે તપાસ હાથ ધરી છે.

(11:04 pm IST)