Gujarati News

Gujarati News

News of Saturday, 2nd October 2021

રાજપીપળા નગરપાલિકાની મળેલ સામાન્ય સભામા નગરમા જર્જરિત જુના મકાનો તોડવાનો ઠરાવ કરાયો

આડેધડ બનાવેલા અને જર્જરિત થયેલા પે એન્ડ યુઝ શૌચાલયો પણ તોડવામાં આવશે

(ભરત શાહ દ્વારા)રાજપીપળા : રાજપીપળા નગર પાલિકાની સામાન્ય સભા  નગરપાલિકાના સભાખંડમાં મળી હતી જેમાં નગરપાલિકાના  વિસ્તાર માં સમાવિષ્ટ જુના જર્જરિત મકાનો તેમજ શૌચાલયો તોડવાનો ઠરાવ કરવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે.
નગરપાલિકાની સામાન્ય સભા મળે એ પહેલા જ તમામ સદસ્યો ને એજન્ડા ફેરવી જાણ કરાઇ હતી કે રાજપીપળા મા જે જર્જરિત મકાનો છે તે તોડવા, આ મામલો ઠરાવ નંબર 6 થી નગરપાલિકાની સામાન્ય સભામા કામગીરીના ભાગરુપે મુકાતા નગરજનોની ખાનગી માલિકીના જે મકાનો જર્જરિત હાલતમાં છે , જે મકાનો કયારે પડે તેની કોઈ ગેરંટી નથી તેવા મકાનો કોઈના માટે જીવલેણ પણ નીવડે તેવા જર્જરિત હાલતમા છે તેવા મકાનોના માલિકોને જાણ કરી તેમને તોડવાની નવીન પહેલ રાજપીપળા નગરપાલિકાના શાસકો દ્વારા આરંભાશે જે ખરેખર પ્રશંસનીય છે.
નગર મા અનેક જર્જરિત મકાનો આવેલા છે જેના માલિકો ને કાઇજ પડી નથી જો આ મકાનો ધરાશાયી થાય તો જીવલેણ પણ નીવડે તેવા જર્જરિત હાલત મા છે જેને તોડવાનો ઠરાવ નગરપાલિકાના સત્તાધિશો એ કર્યો જે આવકારદાયક છે.
આ ઉપરાંત નગરમા એક સમયે ઠેરઠેર શૌચાલયો બનાવવા ની જાણે કે હોડ જામી હતી,સરકારી ગ્રાન્ટો ના લાખો રુપિયા આ શૌચાલયો પાછળ ખર્ચાયા નગરમા 200થી 300 મીટરના વિસ્તારમાં જ શૌચાલયો બનાવી નાણાં નો દુરુપયોગ થયો હતો હવે નગરપાલિકાની આ સામાન્ય સભામા એજન્ડા નંબર 7થી બિનઉપયોગી જુના શૌચાલયો તોડવાનો ઠરાવ મુકવામાં આવ્યો છે, આ ઠરાવ મુજબ અમુક શૌચાલયો હવે તોડી નાખવામાં આવશે.

(10:57 pm IST)