Gujarati News

Gujarati News

News of Saturday, 2nd October 2021

વિશ્વ વયોવૃદ્ધ દિવસની જિલ્લાની વડી રાજપીપળા સિવિલ હોસ્પિટલ તથા સા.આ.કેન્દ્રમાં ઉજવણી કરાઈ

(ભરત શાહ દ્વારા) રાજપીપળા :  "વિશ્વ વયોવૃદ્ધ દિવસ" ની ઉજવણીના ભાગરૂપે નર્મદા જિલ્લામાં રાજપીપળા સિવિલ હોસ્પિટલ તેમજ સામુહિક આરોગ્ય કેન્દ્ર,સાગબારા ખાતે જિલ્લા એનસીડી સેલ નર્મદા દ્વારા વયોવૃદ્ધ વ્યક્તિને વોકિંગ સ્ટીક નું વિતરણ કરવામાં આવ્યું તેમજ "વિશ્વ હૃદય દિવસ" તાલુકા પંચાયત કચેરી, સાગબારા ખાતે વિવિધ વિભાગના કર્મચારીઓનું ડાયાબિટીસ અને બી.પી આરોગ્ય તપાસ કરવામાં આવી હતી જેમાં સીતાબેન વસાવા-સ્ટાફ નર્સ એનસીડી, સાગબારા, અંકિતાબેન ભગત-સ્ટાફ નર્સ, એનસીડી, ડેડીયાપાડા, રાજેશભાઇ વસાવા-એલ.ટી, એનસીડી, ડેડીયાપાડા દ્વારા કેમ્પમાં સેવા પૂરી પાડવામાં આવી હતી.જેનું સંપૂર્ણ આયોજન કેતનભાઈ માછી, ડીપીસી નર્મદા તેમજ એનસીડી ટીમ દ્વારા કરવામાં આવ્યું હતું.

(10:56 pm IST)