Gujarati News

Gujarati News

News of Saturday, 2nd October 2021

રાજપીપળા કરજણ ઓવરા નજીક દીકરીઓને હેરાન કરવાના ઇરાદે રખડતા યુવાનો ને નિર્ભયા સ્કોર્ડની ટીમે ઉઠબેસ કરાવી

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : રાજપીપળામાં કેટલીક શાળાની આસપાસ કે ગાર્ડન,સરકારી ઓવરો એસટી ડેપો જેવા સ્થળો ઉપર આવતી જતી દીકરીઓને હેરાન કરવા આંટા ફેરા મારતા રખડતા રોમિયોને આજ રોજ સવારે નિર્ભયા સ્કોર્ડ ની બહેનો એ પેટ્રોલિંગ દરમ્યાન પકડી ઉઠબેસ કરાવી તેમની શાળામાં લઈ જઈ સીધી શિક્ષકને ફરીયાદ કરતા રોમિયોગીરી કરનારા યુવનાઓમાં ભય જોવા મળ્યો હતો.

નિર્ભયા સકોર્ડના સુકાની એવા પીએસઆઇ કે.કે.પાઠકે જણાવ્યું હતું કે નર્મદા જિલ્લામાં નિર્ભયા સ્કોર્ડનો ઉદ્દેશ દરેક બહેનો દીકરીઓને સુરક્ષા પુરી પાડવાનો છે,કોઈપણ  રોમિયોગીરી કરતા ઝડપાઈ તો તેમને જાહેરમાં શબક શીખવવામાં આવે છે જેને લીધે આપણી બહેન દીકરીઓ ભયમુક્ત વાતાવરણમાં અભ્યાસ કરી શકે છે,નિર્ભયા સ્કોર્ડ એક પછી એક પ્રજાલક્ષી અને ખૂબજ પ્રશંસનીય કામગીરી કરી રહી છે જે બદલ નર્મદા જિલ્લાની પ્રજા પોલીસ અધિક્ષક હિંમકરસિંહનો આભાર માની રહે છે.

(10:55 pm IST)