Gujarati News

Gujarati News

News of Saturday, 2nd October 2021

મોટી ભમરીથી લોખંડની કપલીનોની ચોરી કરનાર 03 ચોરોને મુદ્દામાલ સાથે પકડી પાડતી રાજપીપળા પોલીસ

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : નાંદોદ તાલુકાના મોટી ભમરી ગામ ખાતે આવેલા પંપિંગ પ્લાન્ટ માંથી લોખંડની કપલીનોની થયેલી ચોરીના આરોપીઓને ગણતરીના સમયમાં રાજપીપળા પોલીસે મુદામાલ સાથે ઝડપી લીધા છે.
પોલીસ અધિક્ષક હિમકર સિંહ,નર્મદાની સુચનાના પગલે રાજપીપળા પો.સ્ટે.ના મોટીભમરી પંપીગ પ્લાન્ટ ખાતે લોખંડની કપલીની બોરી નંગ -૨ કી.રૂ આશરે ૮૦,૦૦૦ ની ચોરી થયેલાની ફરીયાદ તા .૩૦ સપ્ટેમ્બરના રોજ આવતા આ ગુના બાબતે એમ.બી.ચૌહાણ,ઈન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર રાજપીપલા પો.સ્ટે ના સ્ટાફ સાથે રાજપીપળા પો.સ્ટે.વિસ્તારમાં આ ચોરીમાં ગયેલા મુદ્દામાલ બાબતે બાતમીદારથી બાતમી મળતા બાબતમી ના આધારે ( ૧ ) મુળચંદ રેવજીભાઇ વસાવા ( ૨ ) રેમા બેડકીયા વસાવા ( ૩ ) ભરત ચુનિલાલભાઇ વસાવા (ત્રણેય રહે , મોટીભમરી તા.નાંદોદ જિ.નર્મદા)ના ઘરના વાડામાં તપાસ કરતા ચોરીમાં ગયેલો મુદામાલ બોરી નંગ -૨ કિ.રૂ ૮૦,૦૦૦ નો મુદ્દામાલ રીકવર કરી ત્રણેય ચોરોને પકડી પાડી આ ચોરીની ઘટના ને ડિટેકટ કરવામાં સફળતા મેળવી છે

(10:50 pm IST)