Gujarati News

Gujarati News

News of Saturday, 2nd October 2021

ઉપરવાસમાં વધુ વરસાદ થતાં કરજણ ડેમના 04 ગેટ ખોલી 22 હજાર ક્યુસેક પાણી છોડાયુ

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : ઉપરવાસમા વરસાદ પડતાં કરજણ ડેમનું રુલ લેવલ જાળવવા આજે સાંજે ડેમના 04 દરવાજા એક મીટર ખુલ્લા કરી 22,650 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે,ડેમ સૂત્રોના જણાવ્યા મુજબ ડેમની સાંજે સપાટી 114.42 મીટર નોંધાઈ છે પાણીની આવક 5,150 ક્યુસેક છે પરંતુ ડેમનું રુલ લેવલ જાળવવા 22,650 ક્યુસેક પાણી છોડાવમાં આવી રહ્યું છે.રુલ લેવલ 115.25 મીટર નોંધાયું છે.

(10:46 pm IST)