Gujarati News

Gujarati News

News of Saturday, 2nd October 2021

વિરમગામની આનંદ મંદિર સ્કૂલમાં ગાંધી જયંતી નિમિત્તે ડ્રોઈંગ કોમ્પીટીશન તથા વકતૃત્વ સ્પર્ધા યોજાઇ

નર્સરીના વિદ્યાર્થીઓએ ઓનલાઈન ક્લાસમાં ગાંધીજીના ચશ્મા તેમજ ચરખો દોરીને ગાંધીજયંતીની ઉજવણી કરી

(વંદના નીલકંઠ વાસુકિયા) વિરમગામ :આનંદ મંદિર સ્કૂલમાં ગાંધીજયંતી નિમિત્તે ડ્રોઈંગ કોમ્પિટિશન તથા વકૃત્વ સ્પર્ધા યોજવામાં આવી હતી. આ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓએ સ્વચ્છ ભારત  તેમજ ગાંધીજીના વિચારોની પ્રેરણા આપતા ડ્રોઈંગ દોરવામાં આવ્યા હતા. તેમજ નર્સરીના વિદ્યાર્થીઓએ પણ ઓનલાઈન ક્લાસમાં ગાંધીજીના ચશ્મા તેમજ ચરખો દોરીને ગાંધીજયંતીની ઉજવણી કરી હતી તેમ આનંદ મંદિર સ્કૂલના ગોકુલ પટેલે જણાવ્યું હતું.

(9:15 pm IST)