Gujarati News

Gujarati News

News of Saturday, 2nd October 2021

વિરમગામની કરકથલ પ્રાથમિક શાળામાં ભાજપ દ્વારા સ્વચ્છતાનો કાર્યક્રમ કરાયો

વિરમગામ તાલુકાના ગામોમાં ભાજપ, સ્વૈચ્છીક સંસ્થાઓ, સામાજિક કાર્યકરો સહિતના લોકો દ્વારા ગાંધી જયંતિની ઉજવણી કરવામાં આવી

(વંદના નીલકંઠ વાસુકિયા) વિરમગામ : ૨જી ઓક્ટોબરે દેશભરમાં ગાંધી જયંતિની ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે  વિરમગામ તાલુકા ભાજપ યુવા મોરચાની ટીમ દ્વારા કરકથલ ખાતે પ્રાથમિક શાળમાં સ્વચ્છતાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં વિરમગામ તાલુકા ભાજપ મહામંત્રી રમેશભાઇ કોળી પટેલ, દીપકભાઈ પટેલ, કિસાન મોરચાના મહામંત્રી ભરતસિંહ ઝાલા, પ્રવિણસિંહ ગોહિલ, ભાજપ યુવા મોરચા પ્રમુખ વિક્રમભાઈ, મહામંત્રી મહેશભાઈ, વિરમગામ વિધાનસભા મીડિયા સેલના સહ કન્વીનર રણછોડભાઈ સોલંકી, રસીક કોળી, તાલુકા સદસ્ય રાજુભાઇ,  કાર્યકરો, સ્થાનિક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

        વિરમગામ તાલુકાના અનેક ગામોમાં ભાજપ, સ્વૈચ્છીક સંસ્થાઓ, સામાજિક કાર્યકરો સહિતના લોકો દ્વારા ગાંધી જયંતિની ઉજવણી કરવામાં આવી હતી. ભાજપના કાર્યકરો દ્વારા ખાદીની ખરીદી પણ કરવામાં આવી હતી. સોશિયલ મિડીયાના માધ્યમથી પણ અનેક લોકોએ ગાંધી જયંતિની શુભકામનાઓ પાઠવી હતી.

(9:14 pm IST)