Gujarati News

Gujarati News

News of Saturday, 2nd October 2021

વડોદરાના માંડવી વિસ્તારમાં 17 વર્ષીય કિશોરીનો પીછો કરી હેરાન કરનાર વિધર્મી યુવક વિરુદ્ધ પોલીસ ફરિયાદ

 વડોદરા: શહેરના માંડવી વિસ્તારમાં રહેતી ૧૭ વર્ષની કિશોરીનો સતત પીછો કરી હેરાન કરતા  વિધર્મી યુવક સામે વાડી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી હતી.વાડી પોલીસે ગુનો દાખલ કરી યુવકની અટકાયત કરી છે.

આધારભૂત સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ,શહેરના માંડવી વિસ્તારમાં રહેતી ૧૭ વર્ષની કિશોરી ઘરકામ કરે છે.થોડા દિવસ પહેલા કિશોરી  પોતાના દાદાના ઘરે ટિફિન આપવા ગઇ હતી.તે દરમિયાન ઋષભ સુનિલભાઇ રાણા (રહે.રાણાવાસ,પાણીગેટ) એ તેનો સતત પીછો કર્યો હતો.પરંતુ,કિશોરીને તેની જાણ થઇ જતા તે ગભરાઇને ફટાફટ ઘરે જતી રહી હતી.ત્યારબાદ ગત તા.૨૦ મી ના  રોજ તે દાદાના શર્ટના ગાજ બટન કરાવવા ગઇ હતી.તે દરમિયાન પણ રૃષભે તેનો પીછો કરી માંડવી વિજય વલ્લભ હોસ્પિટલ પાસે રોકી હતી.અને કિશોરી પાસે મોબાઇલ નંબર માંગ્યો હતો.પરંતુ,કિશોરીએ રૃષભને કહ્યું હતું કે,મારી સગાઇ થઇ ગઇ છે.મારા મંગેતરને જાણ થશે કે ,તું મારો પીછો કરે છે,તો ઝઘડો થશે.કિશોરીનો જવાબ સાંભળીને ઋષભ  ગુસ્સે થઇને જતો રહ્યો હતો.ગઇકાલે કિશોરીનો મંગેતર અને મંગેતરની ભાભી રૃષભને સમજાવવા તેના ઘરે ગયા હતા.રૃષભે ઝઘડો કરી ભાભીનો હાથ મચકોડી નાંખ્યો હતો.ઝઘડાના પગલે લોકોનું ટોળું ભેગું થઇ ગયુ હતું.આ અંગે વાડી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ થતા પોલીસે ઋષભને પકડી પાડયો છે.

(5:16 pm IST)