Gujarati News

Gujarati News

News of Saturday, 2nd October 2021

વડોદરાના હરણી રોડ નજીક જુના ઝઘડાની અદાવતમાં યુવક સાથે ઝઘડો કરી તીક્ષ્ણ હથિયારના ઘા જીકનાર નરાધમને પોલીસે ઝડપી પાડયો

વડોદરા: શહેરના હરણી રોડ સવાદ ક્વાટર્સ નજીક ગત મોડીરાતે જૂના ઝઘડાની અદાવતે યુવક સાથે ઝઘડો કરી તેના માથામાં તિક્ષ્ણ  હથિયારના ઘા ઝીંકી ભાગી છૂટેલા હુમલાખોરને વારસિયા પોલીસે ઝડપી પાડયો છે.

હરણીરોડ મોટનાથ રેસિડેન્સીમાં રહેતો મહાવીર મંગળસિંહ રાઠોડ એમ.એસ.યુનિવર્સિટીમાં એફ.વાય. બી.કોમ. માં અભ્યાસ કરે છે.વારસિયા પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં તેણે જણાવ્યું છે કે,સવાદ ક્વાટર્સ ખાતે રહેતા શૈલેન્દ્ર મુકુન્દભાઇ વાઘમારે તથા હિતેશ રેવર મારા મિત્ર છે.અમે રોજ સવારે સવાદ ક્વાટર્સ જય ભોલે યુવક મંડળ ખાતે બેસીએ છે.ગઇકાલે હું જમીને મારા મિત્રોને મળવા સવાદ ક્વાટર્સ ગયો હતો.ત્યારબાદ અમે નજીકની લારી પર નાસ્તો કરવા ગયા હતા.તે સમયે સવાદ ક્વાટર્સમાં રહેતા આયુષ શિન્દેનો ફોન મારા મિત્ર શૈલેન્દ્ર પર આવ્યો હતો.બંને વચ્ચે જૂની અદાવતે બોલાચાલી થઇ હતી.રાતે સાડા બાર વાગ્યે આયુષ શિન્દે તથા તેની સાથે અન્ય ત્રણ લોકો આવ્યા હતા.તેઓએ શૈલેન્દ્રને બોલાવી ઓટલા પર બેસીને વાત કરતા હતા.આયુષે શૈલેન્દ્રને ધમકી આપી હતી  કે,આજે તો તને જીવતો નહી છોડુ.તેમ કહી તેની પાસેના ધારદાર હથિયારથી શૈલેન્દ્રને માથામાં આગળના ભાગે ગંભીર ઇજા પહોંચાડી હતી.અમે ત્યાં દોડી  જતા શૈલેન્દ્ર અને તેની સાથે આવેલા લોકો ભાગી ગયા હતા.

(5:15 pm IST)