Gujarati News

Gujarati News

News of Saturday, 2nd October 2021

વડોદરાના વિશ્વામિત્રી બ્રિજ નીચે પ્રોવિઝન સ્ટોરની આડમાં ગાંજાનું વેચાણ કરતી મહિલાને પોલીસે ઝડપી પાડી

વડોદરા:શહેરના વિશ્વામિત્રી બ્રિજ નીચે પ્રોવિઝન સ્ટોરની આડમાં ગાંજાનું વેચાણ કરતી મહિલાને 1.800 કિગ્રા ગાંજાના જથ્થા સાથે શહેરની એસઓજી પોલીસે ઝડપી પાડી અન્ય એક શખ્સને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ હાથ ધરી છે.

વડોદરા શહેર એસઓજી પોલીસને માહિતી મળી હતી કે, વિશ્વામિત્રી ખાતે વિશ્વામિત્રી બ્રિજ નીચે આવેલા સુભાષ નગરમાં રહેતી અને સાઈનાથ પ્રોવિઝન સ્ટોર ધરાવતી મહિલા સ્ટોરની આડમાં ગાંજાનું વેચાણ કરે છે. જેના આધારે પોલીસે દરોડો પાડી મહિલાને રૂપિયા 12,880 ની કિંમત ધરાવતા 1.800 કિગ્રા ગાંજાના જથ્થા તથા રોકડા રૂપિયા 1100 મળી કુલ 13,990 ની મત્તા સાથે ઝડપી પાડી હતી. જ્યારે ગાંજાનો જથ્થો આપનાર મૂળ ઓરિસ્સાનો અને હાલ સુરત શહેર રહેતા સુરેશ માલ્યા નામના શખ્સને વોન્ટેડ જાહેર કરી તેની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા હતા. જ્યારે અન્ય કોઈ શખ્સની સંડોવણી છે કે કેમ ? તે દિશામાં પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

(5:15 pm IST)