Gujarati News

Gujarati News

News of Saturday, 2nd October 2021

સુરત: 2 લાખના ચેક રિટર્નના કેસમાં અદાલતે આરોપીને ત્રણ મહિનાની કેદની સુનવણી કરી

સુરત: આજથી 10 વર્ષ પહેલાં હાથ ઉછીના આપેલા રૃ.2 લાખના પેમેન્ટ પેટે આપેલા ચેક રીટર્ન કેસમાં આરોપીને આજે એડીશ્નલ ચીફ જ્યુડીશ્યલ મેજીસ્ટ્રેટ હિરેન માલીએ દોષી ઠેરવી એક વર્ષની કેદ,ફરિયાદીને અપીલનો સમય વીતે તે દરમિયાન વળતર પેટે ચુકવવા હુકમ કર્યો છે.વળતર ન ચુકવે તો વધુ ત્રણ મહીનાની કેદ ભોગવવા કોર્ટે નિર્દેશ આપ્યો છે.

ફરીયાદી રીનમકુમાર અનિલકાંત શાહ તથા આરોપી પિયુષ ભગુ મિસ્ત્રી(રે.પટેલ ફળીયુંગુણાસવેલ તા.મહુવા)ને વર્ષોથી મિત્રતાના સંબંધ હતા.જે સંબંધના નાતે ફેબુ્રઆરી-2011 દરમિયાન ફરિયાદીને ધંધાકીય હેતુ માટે રૃ.2 લાખના જરૃર પડતાં ફરિયાદી પાસેથી હાથ ઉછીના લીધા હતા.જેથી લેણાં નાણાંની ચુકવણી પેટે આરોપી પિયુષ મિસ્ત્રીએ મે-2011માં ફરિયાદીને લેણી રકમના ચેક લખી આપ્યા હતા. જે રીટર્ન થતા ફરિયાદીએ પાવરદાર વિક્કી બિચવેએ એડવોકેટ મિનેશ ધનસુખભાઈ ઝવેરી તથા સુનિલ અઠ્ઠુ મારફતે કોર્ટમાં ફરિયાદ નોંધાવી હતી. આજે કેસની અંતિમ સુનાવણી બાદ નકારાયેલા ચેક કાયદેસર લેણા હોવાનું ફરિયાદપક્ષે પુરવાર કરતા કોર્ટે આરોપીને દોષી ઠેરવી સજાનો હુકમ કર્યો હતો. ચેક એ બેંક,લખનાર અને ધારણ કરનાર માટે આર્થિક વ્યવહારનું એક સાધન છે.જે દસ્તાવેજી પુરાવાને કોઈ પક્ષકારે હળવાશથી ન લેવા કોર્ટે નિર્દેશ આપ્યો છે.

(5:14 pm IST)