Gujarati News

Gujarati News

News of Saturday, 2nd October 2021

સુરત:6.30 લાખની ઉધારીની વસુલાત કરવા 21 ટકાના વ્યાજ દરે રકમ ચૂકવવા કોર્ટનો હુકમ

સુરત:શહેરમાંરેડીમેઈડ ગાર્મેન્ટના ધંધાર્થીએ મોકલેલા 6.30 લાખના ઉધાર લેગીંગના જથ્થાના લેણાં વસુલાત માટે ફરિયાદી વેપારીએ કરેલા રીકવરી સ્યુટને આજે પ્રિન્સીપલ સીનીયર સીવીલ જજ વિશાલ શાહે મંજુર કરી ફરિયાદીને વાર્ષિક 21 ટકાના વ્યાજ સહિત 6.30 લાખ અરજી તારીખથી ચુકવવા નિર્દેશ આપ્યો છે.

મારૃતિ ક્રિએશનના નામે રેડીમેઈડ ગાર્મેન્ટના ધંધા સાથે સંકળાયેલા ફરિયાદી સંચાલક અરવિંદ રવજી ઘોઘારી (રે.ગોપાલનગર સોસાયટી,વરાછા રોડ) એ ઓક્ટોબર-2018માં પ્રતિવાદી કપીલ રમેશ ઝડફીયા (રે.કુમકુમ સોસાયટી,કામરેજ)ને રૃ.6.30 લાખની કિંમતનો લેગીસનો ઉધાર જથ્થો વેચાણ આપ્યો હતો. જેને પેમેન્ટના ચેક રીટર્ન થયા હતા. જેથી  ફરિયાદીએ ઉઘરાણી કરવા છતાં પેમેન્ટ નહી મળતા રૃા.6.30 લાખ વાર્ષિક 24 ટકાના વ્યાજ સહિત વસુલ અપાવવા લેણાં વસુલાતનો કોર્ટમાં દાવો કર્યો હતો. સુનાવણી બાદ સિવિલ કોર્ટે આરોપીને ફરિયાદીના લેણાં અરજી તારીખથી 21 ટકાના વાર્ષિક વ્યાજ સાથે ચુકવી આપવા હુકમ કર્યો છે.

(5:13 pm IST)