Gujarati News

Gujarati News

News of Saturday, 2nd October 2021

કપડવંજ-મોડાસા હાઇવે નજીક સર્જાયેલ ગમખ્વાર અકસ્માતમાં બે શખ્સોના મોત

કપડવંજ:તાલુકાનામાં રહેતા રમેશભાઇ મોતીભાઇ ઝાલા,મોટા રામપુરા, મહેશભાઇ રાયસિંગભાઇ ઝાલા રહે,મોટા રામપુરા,નરેન્દ્રભાઇ નાનાભાઇ રાઠોડ રહે,ગરોડ,શૈલેષકુમાર કોદરસિંહ સોલંકી અને દિલીપસિંહ અભેસિંહ સોલંકી રહે,ગરોડ પાંચેય વ્યક્તિઓ ગાડી લઇને રણુજા દર્શન કરવા માટે ગયા હતા.દર્શન કરી પાંચેય વ્યક્તિઓ ગાડી લઇને પરત આવી રહ્યા હતા તે સમયે ચપટીયા ગામની સીમથી પસાર થઇ રહ્યા હતા તે સમયે એક આઇશર ટ્રકના ચાલકે પોતાની આઇશર પુરઝડપે અને ગફલતભરી રીતે હંકારી ગાડીને સામેથી અડફેટ મારી હતી.જેથી આ બનાવમાં ગાડીમાં સવાર પાંચ વ્યક્તિઓને શરીરે ગંભીર ઇજાઓ પહોચી હતી.

ગાડીમાં સવાર પાંચેય વ્યક્તિઓને રમેશભાઇ મોતીભાઇ ઝાલા ઉં.૫૫,મહેશભાઇ રાયસિંગભાઇ ઝાલા ઉં.૪૮,નરેન્દ્રભાઇ નાનાભાઇ રાઠોડ ઉં.૩૩ અને શૈલેષકુમાર કોદરસિંહ સોલંકી ઉં.૩૩ નુ ઘટના સ્થળે મૃત્યુ નિપજયુ હતુ.જ્યારે દિલીપસિંહ અભેસિંહ સોલંકીને શરીરે ઇજાઓ પહોચી હતી.આ બનાવની જાણ આસપાસના રહીશોને થતા તાત્કાલિક સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.જ્યારે તમામ મૃતકોને જે.બી.મહેતા હોસ્પિટલ ખાતે પી.એમ.માટે ખસેડવામાં આવ્યા હતા.આ બનાવની જાણ જે તે ગામના સ્થાનિકોને થતા ગ્રામજનો ટોળા સી.એચ.સી ખાતે ઉમટી પડયા હતા.જ્યારે અકસ્માત સર્જનાર આઇશરનો ચાલક બનાવ સ્થળે પોતાનુ વાહન મૂકી ફરાર થઇ ગયો હતો.આ બનાવ અંગે પ્રકાશભાઇ રમેશભાઇ ઝાલા રહે,મોટા રામપુરા પંચાયતવાળુ ફળીયાએ કપડવંજ ગ્રામ્ય પોલીસ મથકે આઇશર ટ્રકના ચાલક વિરુધ્ધ ફરિયાદ નોંધાવી છે.જ્યારે કપડવંજ ગ્રામ્ય પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

 

(5:11 pm IST)