Gujarati News

Gujarati News

News of Saturday, 2nd October 2021

ખેડા જિલ્લામાં ત્રણ અલગ અલગ સ્થળે ધમધમતા જુગારધામ પર પોલીસે દરોડા પાડી 11 શકુનિઓને ઝડપી પાડયા

ખેડા:જિલ્લામાં ત્રણ અલગ અલગ સ્થળે ચાલતા જૂગારધામ પર સ્થાનિક પોલીસે દરોડા પાડયા હતા.કઠલાલ તાલુકાના નરપુરા સીમ રાયણ વિસ્તારમાં ચાલતા પત્તા પાનાના જૂગાર ધામ પર રેડ કરી હતી.જ્યારે નડિયાદ તાલુકાના કણજરી બસસ્ટેન્ડ પાસે અને નડિયાદ શહેરના સંતઅન્ના હાઇસ્કુલ સામે ખાડામાં ચાલતા આંકફરકના જૂગારધામ પર રેડ કરી હતી.ત્રણેય જૂગારધામ પરથી કુલ-૧૧ વ્યક્તિઓને લાખો રૂપિયાના મૂદ્દામાલ સાથે ઝડપી પાડયા હતા.

કઠલાલ સ્થાનિક પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી તે સમયે બાતમી મળી હતી કે કઠલાલ તાલુકાના નરપુરા સીમ રાયણ વિસ્તારમાં આવેલ બુધાભાઇ ડાહ્યાભાઇ રાઠોડના ઘર નજીક ખુલ્લી જગ્યામાં જૂગાર રમાઇ રહ્યો હોવાની બાતમી મળી હતી.જે અન્વયે સ્થાનિક પોલીસની ટીમે બાતમી આધારિત સ્થળે રેડ કરી હતી.જેમાં બુધાભાઇ ડાહ્યાભાઇરાઠોડ, અસ્લમભાઇ જાબીરભાઇ મલેક, યોગેશ કોદરભાઇ ચૌધરી, હિતેશભાઇ અરવિંદભાઇ સોનેજી, મેહુલભાઇ ગોબરભાઇ ચૌધરી, હેમંતભાઇ રામાભાઇ પટેલ, ગુલાબહુસેન બડુભાઇ કુરેશી અને કિશનભાઇ રામાભાઇ પટેલને ઝડપી પાડયા હતા. પોલીસ ટીમે ઉપરોક્ત આઠેય વ્યક્તિઓની અંગઝડતી કરતા રોકડ રૂા.૫૪, ૬૦૦, દાવ પરથી રૂા. ૬, ૪૦૦, મોબાઇલ ફોન નંગ-૩ કિ. રૂા. ૩૦, ૦૦૦, મોટર સાયકલ-૩ કિ. રૂા. ૬૦, ૦૦૦ એમ મળી કુલ રૂા. ૧, ૫૧, ૦૦૦ નો મૂદ્દામાલ જપ્ત કર્યો હતો.

(5:09 pm IST)