Gujarati News

Gujarati News

News of Saturday, 2nd October 2021

નડિયાદ સેશન્સ કોર્ટે સગીરાને લગ્નની લાલચ આપી દુષ્કર્મ આચરનાર નરાધમને 10 વર્ષની સજાની સુનવણી કરી

નડિયાદ : નડિયાદ સેશન્સ કોર્ટે સગીરાને લગ્ન કરવાની લાલચ આપી દુષ્કર્મ કરી ગર્ભવતી-માતા બનાવનાર બામરોલીના આરોપીને ચૂકાદો સંભળાવ્યો છે.આ બનાવમાં કોર્ટે દંડ અને સજા ફટકારી છે.

મળતી વિગતો અનુસાર વર્ષ-૨૦૨૦ ના એપ્રિલમાં લોકડાઉનમાં સમયમાં સગીર દિકરી તેના વતન બામરોલી આવી હતી.તે સમયે બામરોલીના યોગેશભાઇ શનાભાઇ ઝાલા સાથે પરિચય થયો હતો.આરોપીએ સગીર દિકરીને લગ્ન કરવાની લાલચ આપી તેણી સાથે પ્રેમસંબંધ કેળવી દુષકર્મ આચાર્યુ હતુ.આ બાદ લોકડાઉન પૂર્ણ થતા તે તેના ઘરે પરત ફરી હતી.તે સમયે તેણે માસિકધર્મ ન આવતા દિકરીએ તેની માતાને સમગ્ર હકીકત જણાવી હતી.આ બાદ દિકરીને સ્થાનિક ડૉકટર પાસે લઇ જતા દિકરીને ૩૭ અઠવાડિયાનો ગર્ભ હોવાનુ બહાર આવ્યુ હતુ.આ બાદ સગીર દિકરીને દુખાવો થતા ફરી ડૉકટર પાસે લઇ જતા ડૉકટરે દિકરીની ઉંમર નાની હોવાના કારણે સીઝર ઓપરેશન કરી ડીલીવરી કરાવી હતી.આ બનાવ અંગે ડૉકટરે વડોદરા પોલીસને જાણ કરતા પોલીસે આ બનાવનો કેસ વસો પોલીસ મથકે ટ્રાન્સફર કરવામાં આવ્યો હતો.વસો પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

 

(5:08 pm IST)